માટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યા

વાંકાનેરમાં રહેતા યુવકને એક શખ્સ માટેલ ખાતે વાળ વેચવા માટે લઇ ગયો હતો. જયા યુવકે વાળ વેચવાની મજૂરીના 300 રૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે પાઇપ વડે…

વાંકાનેરમાં રહેતા યુવકને એક શખ્સ માટેલ ખાતે વાળ વેચવા માટે લઇ ગયો હતો. જયા યુવકે વાળ વેચવાની મજૂરીના 300 રૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે પાઇપ વડે માર મારી યુવકના બંન્ને હાથ ભાગી નાખ્યા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલી ભાટીયા સોસાયટીમાં રહેતા છગન કરશનભાઇ વાઘેલા (ઉ.વ.30) માટેલ ગામે હતો ત્યારે હાર્દિક નામના શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો.

યુવકના બંન્ને હાથ ભાગી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર હાર્દિક છગન વાઘેલાને વાળ વેચવા માટે માટેલ લઇ ગયો હતો. જે મજૂરીના રૂપિયા 300ની છગન વાઘેલાએ ઉઘરાણી કરતા હાર્દિકે હુમલો કરી હાથ ભાગી નાખ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં જૂનાગઢમાં રહેતી મહેનુરબેન અરીદભાઇ શેખ નામની 18 વર્ષની યુવતીને તેના પિતાએ ભાઇની બીમારી અને તહેવારના કારણે બે દિવસ કોલેજ જવાની ના પાડતા પુત્રીએ એસિડ પી લીધું હતું.

યુવતીની તબિગત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.