રાષ્ટ્રીય
ડોલરના વિકલ્પે વ્યાપાર મુદ્દે બ્રિકસ સમિટમાં ભારત ઉપર નજર
રશિયા-ચીન ડોલરનું મહત્વ ઘટાડવા મક્કમ, ભારતની તેલ જુઓ, તેલની ધાર જુઓની નીતિ
રશિયાના કાઝાન શહેરમાં 22 અને 23 ઓક્ટોબરે યોજાનારી ઇછઈંઈજ સમિટમાં કેટલાક આર્થિક મુદ્દાઓ પર સહમત થવા માટે રશિયા અને ચીને પૂરેપૂરું દબાણ કર્યું છે, પરંતુ ભારતે હજુ સુધી તેનો પત્તો નથી ખોલ્યો. રશિયા અને ચીન પરસ્પર વેપારમાં ડોલરની ભૂમિકા ઘટાડવા માટે બ્રિક્સ દેશો વચ્ચે વ્યાપક સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ દિશામાં કેવી રીતે આગળ વધવું તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે.
ભારત સૈદ્ધાંતિક રીતે સંમત છે કે તેનો ડોલર સિવાયનો વૈશ્વિક વેપાર પણ વધવો જોઈએ. ભારત પોતે દ્વિપક્ષીય સ્તરે આ અંગે ઘણા દેશો સાથે વાત કરી રહ્યું છે. પરંતુ ભારત બ્રિક્સના બેનર હેઠળ આ સંબંધમાં કોઈપણ ઉતાવળિયા કરારને સમર્થન આપશે નહીં. ભારત ધ્યાનપૂર્વક વિચાર્યા બાદ જ નિર્ણય લેશે. પીએમ નરેન્દ્ર મોદી બુધવારે જ્યારે બ્રિક્સ સંમેલનને સંબોધિત કરશે ત્યારે તેઓ ભારતનું આ જ સ્ટેન્ડ રજૂ કરશે.
બ્રિક્સ પહેલ અને સંભવિત ભાવિ કરારો પર પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી અહીં અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં પુતિન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને નવા ઇછઈંઈજ સભ્ય દેશો ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા, ઞઅઊ અને સાઉદી અરેબિયાના ટોચના નેતાઓ પણ ભાગ લેશે. આ પાંચ દેશો ગયા વર્ષે જ બ્રિક્સના સભ્ય બન્યા છે. સાઉદી અરેબિયાએ હજુ સુધી આમાં સંપૂર્ણ સભ્યપદ લીધું નથી.ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે આ વખતે બ્રિક્સ સમિટમાં 40 દેશોના નેતાઓ ભાગ લેશે. સૂત્રોનું કહેવું છે કે રશિયા અને ચીન સતત કહી રહ્યા છે કે બ્રિક્સે હવે વૈશ્વિક મંચ પર વધુ પ્રાસંગિક ભૂમિકા ભજવવાની જરૂૂર છે અને આ સંગઠનને હવે સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.
બંને દેશોએ કહ્યું કે બ્રિક્સે વૈશ્વિક મંચ પર આર્થિક અને રાજકીય શાસનની પદ્ધતિઓમાં પરિવર્તનની શરૂૂઆત કરવી જોઈએ. આ ક્રમમાં, સ્થાનિક ચલણમાં વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે, હાલની જઠઈંઋઝ સિસ્ટમ (સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન્સ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા માટેની સિસ્ટમ) નો વિકલ્પ બનાવવા અંગે નિર્ણય લેવો પડશે. રશિયા અને ચીનના મતે આગામી બેઠકમાં તેનો રોડમેપ આવવો જોઈએ. ભારત સરકાર, તેના સ્તરે, અન્ય દેશો સાથે સ્થાનિક ચલણમાં વેપાર કરવાને પ્રોત્સાહન આપી રહી છે.
પરંતુ વર્તમાન વાતાવરણમાં જ્યારે ચીન-રશિયા અને અમેરિકા-પશ્ચિમ દેશો વચ્ચે આર્થિક અને રાજકીય તણાવ વધી રહ્યો છે ત્યારે ભારત દરેક પાસાને ધ્યાનમાં રાખી રહ્યું છે.