વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં ખેતીકામ દરમિયાન સિંહણે હુમલો કરતાં 55 વર્ષીય આધેડ ખેડૂતનું કરૂૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રબારીકા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પરિક્રમાના સમયે જ આ ઘટના બનતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે.
રબારીકા ગામના 55 વર્ષના આધેડ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું મોત થયું હતું, જેના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બનાવની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે, જ્યારે વિસ્તારમાં સિંહ અને હિંસક પ્રાણીઓના હુમલાની વધતી જતી ઘટનાઓ ગ્રામજનો તથા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક બની છે. વિસાવદરનો આ વિસ્તાર ગીરના જંગલ નજીક આવેલો વિસ્તાર છે, જ્યાં અગાઉ પણ વન્યજીવો અને હિંસક પ્રાણીઓના હુમલાઓના અનેક બનાવો સામે આવ્યા છે. ગીરની સરહદ નજીક હોવાથી ખેતરો અને રહેણાંક વિસ્તારો આસપાસ વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે.
