Site icon Gujarat Mirror

ધ્રોલમાં કાર મારફતે ઘુસાડવામાં આવતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાયો

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ પંથક માંથી એક કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ માહિતી ના આધારે ધ્રોલ પોલીસે આજે પરોઢિયે દરોડો પાડયો હતો, અને એક આરોપીની અટકાયત કરી લઈ ઇંગલિશ દારૂૂ અને કાર વગેરે સહિત રૂૂપિયા 22 લાખની માલમતા કબજે કરી છે. આ દારૂૂનો જથ્થો મંગાવનારા, મોકલનારા વગેરે કુલ સાત આરોપીઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ઇંગ્લિશ દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમને મળતા વહેલી સવારે આશરે 04:15 વાગ્યે ધ્રોલથી દક્ષિણે અંદાજે 36 કિ.મી. દૂર ખાખરા ગામથી જીવાપર ગામ તરફ જતા રોડ પર પોલીસ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન એક ફોર્ચ્યુનર કાર નં જી.જે. 27 ડી.બી. 0007 માંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 1852 નંગ શીલબંધ બોટલો (કિંમત રૂૂ. 2,77,800) મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી: ફોર્ચ્યુનર કાર (કિંમત રૂૂ. 15,00,000/-), બે મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 45,000/-), મળીને કુલ રૂૂ. 18,22,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર ના ચાલક ઘનશ્યામગીરી ઉર્ફે ઘુળો જગદિશગીરી ગોસાઇ ની ધરપકડ કરી લેવામાં આવી છે જેની પૂછપરછમાં અન્ય સાત વ્યક્તિના નામો ખુલ્યા છે. આથી પોલીસે પૃથ્વીરાજ શાંતુભાઈ ધાંધલ, યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ વેલુભા જાડેજા, મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા, અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા શાંતુભા જશુભા જાડેજા, ના નામો તપાસમાં સામે આવ્યા છે.

Exit mobile version