ગુજરાત

રિવરફ્રન્ટ ઉપર અધધ રૂા.3.52 લાખના ભાવે જમીનનો સોદો

Published

on

4420 ચોરસ મીટર જમીન રૂા.156 કરોડમાં વેચાઇ, મુંબઇની રિયલ એસ્ટેટ કંપની બનાવશે કોમર્સિયલ પ્રોજેકટ

શહેરની સ્કાયલાઇનમાં વધારો કરતાં સાબરમતી રિવરફ્રન્ટમાં વલ્લભસદન પાછળનો 4420 ચો.મી.નો પ્લોટ માટે મુંબઇની ઇ-સિટી રિયલ એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ પ્રતિ ચો.મી. રૂૂ. 3,52,941 ભાવની ઓફર આપતાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને લગભગ 156 કરોડ રૂૂપિયાની માતબર આવક થશે.
સાબરમતી રિવરફ્રન્ટનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડે.કમિશનર દેવ ચૌધરીએ માહિતી આપતાં કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયા બાદ રિક્લેઇમ થયેલી જમીન પર બાગ-બગીચા, ઓપન સ્પેસ, ઇવેન્ટ સેન્ટર, રમતગમત કેન્દ્ર સહિત અનેક સુવિધા ડેવલપ કરવામાં આવી છે.

જેનો લાખો નાગરિકો લાભ લઇ રહ્યાં છે.
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારે તેનો ખર્ચ કાઢવા માટે રિક્લેઇમ થયેલી જમીનનાં પ્લોટ પાડીને તેનાં વેચાણ કરવાનો નિર્ણય જે તે સમયે લેવાયો હતો. જોકે, વર્ષો સુધી રિવરફ્રન્ટનાં પશ્ચિમ કે પૂર્વ કિનારાનાં પ્લોટ માટે કોઇ બીડર મળતા નહોતા. જોકે, વર્તમાન મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસનનાં સતત પ્રયાસોને પગલે દેશ-વિદેશની મોટી કંપનીઓ તેમજ રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓએ રિવરફ્રન્ટનાં પ્લોટમાં રસ દર્શાવવાનું શરૂૂ કર્યું છે તેવી માહિતી આપતાં ચૌધરીએ કહ્યું કે, વલ્લભસદન પાછળ અને મેટ્રો બ્રિજ નજીક મિક્સ યુઝ કોમર્શિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની ફાઇનાન્સિયલ બીડ પ્રોસેસ પૂરી થઇ ગઇ છે, જેમાં ભાગ લેનારા બીડરો પૈકી મુંબઇની ઇ-સિટી રિયલ એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પ્રતિ ચો.મી. રૂૂ. 3,52,941ની ઓફર કરી હતી, જે સૌથી વધુ હોવાથી તેમની ઓફર સ્વીકારવામાં આવી છે.


તેમણે કહ્યું કે, વલ્લભસદન પાછળનો રિવરફ્રન્ટનો 4420 ચો.મી.નો પ્લોટ વેચાતાં રિવરફ્રન્ટને 156 કરોડ જેટલી જંગી આવક થશે. આ પ્લોટમાં ઓફિસ, કો-વર્કિંગ સ્પેસ, રેસ્ટોરન્ટ, રિટેઇલ સ્ટોર, લાઉન્જ, ફૂડ કોર્ટ, એટીએમ અને અન્ય કોમર્શિયલ સુવિધા ઉપલબ્ધ થશે. આ આઇકોનિક કોમર્શિયલ હબ બિઝનેસ ગ્રોથને પ્રમોટ કરવાની સાથે પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી અને એનર્જી એફિસિયન્ટ એન્વાયર્મેન્ટ પ્રદાન કરશે. રિવરફ્રન્ટ ઉપર દરેક પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ છે, અહીંથી બીઆરટીએસ, મેટ્રો, બુલેટ ટ્રેનનું સ્ટેશન તેમજ કાલુપુર રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ વગેરે 15 મિનિટમાં પહોંચી શકાય છે.


વલ્લભસદન પાછળનાં રિવરફ્રન્ટનાં 4420 ચો.મી.નાં પ્લોટમાં 60,050 ચો.મી. બિલ્ટ-અપની મંજૂરી અપાશે તેવી માહિતી આપતાં રિવરફ્રન્ટનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કહ્યું કે, પ્લોટમાં 66.13 મીટરની ઊંચાઇ સુધીનાં બાંધકામને મંજૂરી મળશે, તેમજ આ પ્લોટનાં નાણાં એલઓએની તારીખથી બે વર્ષમાં ચૂકવવાનાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version