ગુજરાત
પેટ્રોલ પંપમાં કલર કામ કરી રહેલા શ્રમિકનું પટકાઇ જતાં મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર એક પેટ્રોલ પંપમાં કલર કામ ની મજૂરી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ રોડ પર નવા ગામમાં રહેતા શાહરુખખાન મુસ્તાકખાન પઠાણ (28) કે જે જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ભારત પેટ્રોલ પંપ માં કલર કામની મજૂરી કરી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતાં તેને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે તેની સાથે જ કલર કામ કરી રહેલા ઝબારખાન પઠાણે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.