કચ્છ

ભુજમાં ધનતેરસે નકલી સોનાના બિસ્કિટ સસ્તામાં વેચવા નીકળેલો હિસ્ટ્રીશીટર ઝડપાયો

Published

on

16 નકલી સોનાના બિસ્કિટ જપ્ત, અગાઉ પણ આ આરોપી છેતરપિંડીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે

ભુજમાં સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી નીકળેલા ઠગબાજને એલસીબીએ પીતળ જેવી ધાતુના લંબ ચોરસ 16 નંગ બિસ્કીટ સાથે ઝડપી પાડ્યો હતો. અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા આ ઇસમને રંગેહાથ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પકડાયેલા ઇસમ ઉપર છેતરપિંડીના કેસ પોલીસ દફ્તરે નોંધાઈ ચુક્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્વિમ કચ્છ એલસીબી પીઆઇ એસએન ચુડાસમા તથા પીએસઆઇ ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહીપાલસિંહ રાજપુરોહીત તથા સુનીલભાઇ પરમારનાઓ પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ભુજના એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી નીકળેલા મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જદોડરના અને હાલે માધાપર કેસરબાગ સોસાયટી ખાતે રહેતા અમીતકુમાર અમૃતલાલ સોનીને પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ સાથે પકડી પાડ્યો હતો.

પકડાયેલો ઇસમ નકલી સોનાના બિસ્કિટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-ૠઉં-12-અઊ-4303 વાળીથી પસાર થતો હતો તે વેળાએ એલસીબીએ રંગેહાથ તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી ના અનેકવિધ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે, ત્યારે વધુ છેતરપિંડી નો બનાવ બને તે પહેલાજ એલસીબીએ આરોપીને ઘટનાના અંજામ પહેલા પકડી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version