Site icon Gujarat Mirror

ગોંડલમાં એક ઇતિહાસ ધરાશાયી થયો: પીરની આંબલી તૂટી પડી

ગોંડલમાં જેલચોકથી ઉદ્યોગભારતી ચોક તરફ જવાનાં માર્ગ પર રાજાશાહી થી પણ વધુ સમય થી અડીખમ ઉભેલુ પીરની આંબલી તરીકે ઓળખાતું ઘેઘૂર વૃક્ષ ગત રાત્રીનાં ધરાશઇ થયુ હતું.રાત્રીનાં કોઈ રાહદારીઓ કે વાહનોની માર્ગ પર અવરજવર નહી હોવાથી કોઇ જાનહાની થઇ નથી.પરંતુ માર્ગ પર ધરાશઇ થવાથી જેલચોક થી ઉદ્યોગભારતી,પાંજરાપોળ જવાનો માર્ગ બંધ થવા પામ્યો હતો.

આંબલીનાં તોતિંગ થડને અડી ને હજરત બાબા હબ્બસ જલાલીની દરગાહ હોય આ આંબલી પીર ની આંબલી તરીકે ઓળખાતી હતી. આ ચોકને પીરની આંબલી ચોક તરીકે અને અહી થી ભોજરાજપરા તરફ જવાનાં માર્ગ ે પીરની આંબલી માર્ગની ઓળખ મળી હતી.આ ઓળખ રાજાશાહી સમયથી હોય આંબલી પણ એ સમય થી એક ઇતિહાસ સંઘરી બેઠી હતી.

મહારાજા સર ભગવતસિહનો વૃક્ષ પ્રેમ જાણીતો હતો.આજે પણ સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાન માં સો વર્ષ થી વધુ સમયનાં લીમડાનાં વૃક્ષો એ યુગની ગવાહી આપતાં ઉભા છે.પીરની આંબલી પણએ યુગનું વૃક્ષ હતું. આંબલી ધરાશઇ થઇ પણ દરગાહ ને કોઇ નુકસાન થયુ નથી.

નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર પડેલાં આંબલીનાં તોતિંગ વૃક્ષને હટાવવા કાર્યવાહી હાથ ધરાઇ છે. વરસો જુની આગવી ઓળખ આપી રહેલી પીર ની આંબલી ધરાશઇ થતા શહેરનાં વૃક્ષ પ્રેમીઓમાં દુખની લાગણી પ્રસરી છે.

Exit mobile version