Site icon Gujarat Mirror

પડધરી પોલીસ મથકમાં પ્રેમી સાથે ભાગેલી યુવતી હાજર થતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડી

યુવતીને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા તબીબે ઝેરી પદાર્થ ખાધાની શંકા વ્યક્ત કરી

પડધરીના નાની અમરેલી ગામે રહેતી યુવતી વતનમાં રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી જે અંગે પરિવાર દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજીના કામ સબબ યુવતીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી તે દરમિયાન યુવતી બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના નાની અમરેલી ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી હેતલબેન નારસિંગભાઈ સંગોળ નામની 19 વર્ષની યુવતી બપોરના બારેક વાગ્યાના અરસામાં પડધરી પોલીસ સ્ટેશન ખાતે હતી.

ત્યારે બેશુદ્ધ હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે પડધરી બાદ રાફજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબે યુવતીએ ઝેરી પદાર્થ ખાધું હોવાની શંકા વ્યક્ત કરી રિટ્રોગેટ એમએલસી જાહેર કરતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં હેતલબેન સંગોળ મૂળ દાહોદ પંથકની વતની છે અને પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવી છે વતનમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ થતા હેતલબેન પ્રેમી સાથે ભાગી ગઈ હતી જે અંગે પોલીસ મથકમાં કરેલી અરજીના કામ સબબ હેતલબેન પોલીસમાં હાજર થઈ હતી તે દરમિયાન તેણી બેશુદ્ધ હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version