Site icon Gujarat Mirror

સોનગઢમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને બન્ને ભાઇની જાનથી મારી નાખવાની ધમકી

સોનગઢ પંથકમાં પ્રેમ લગ્નની દાઝે એક વર્ષ બાદ બે ભાઇઓએ બદલો લીધો હતો.પ્રેમ લગ્ન કરી પતિ સાથે જતી રહેલી યુવતી તેના પતિના ઘરે રહેવા માટે આવતાં ઉશ્કેરાયેલા બે શખ્સે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સોનગઢ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શ્વેતાબહેન પાર્થભાઇ જોષી (રહે.સોનગઢ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અગાઉ તેના મામા ઘરે રહીને સોનગઢમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને મામાના ઘર સામે રહેતા પાર્થ સાથે પ્રેમ થયો હતો એટલે એક વર્ષ પહેલા ફરિયાદી અને પાર્થ લગ્ન કરીને જતા રહ્યાં હતા અને ત્યાર બાદ હાલ તેઓ સોનગઢ ખાતે પતિના ઘરે રહેવા માટે આવતાં સોનગઢમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઇ રવિરાજસિંહ જાડેજાને પ્રેમ લગ્ન કર્યા તે બાબત પસંદ ન હોય ગઇકાલે રાત્રે આ બન્ને શખ્સ ફરિયાદીના ઘરે ગયા હતા.આરોપી ધર્મેન્દ્રસિંહના હાથમાં છરી હતી અને આરોપી રવિરાજે બારણુ ખખડાવી આજે તો તમને જીવતા નથી રહેવા દેવાના તેમ જણાવી ગાળો આપી હતી અને ત્યાર બાદ આ બન્ને શખ્સ જતા રહ્યાં હતા. આ બનાવ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version