ગુજરાત

મોટી પાનેલી ખાતે કડવા પાટીદારોનું સ્નેહમિલન યોજાયું

Published

on


વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ શરૂૂ થઈ ચુક્યું છે ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા તાલુકાના કડવા પટેલ સમાજનો આ વર્ષે તૃતીય સ્નેહ મિલન કાર્યક્રમ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન અને સંમેલન કાર્યક્રમ ની અંદર કડવા પટેલ સમાજના આગેવાનો, અગ્રણીઓ અને ધારાસભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ ખાતે ધોરાજી અને ઉપલેટા તાલુકા વિસ્તારમાં રહેતા કડવા પટેલ સમાજના જ્ઞાતિજનોનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


ધોરાજી-ઉપલેટા તાલુકા વિસ્તારના અંદાજિત 43 જેટલા ગામમાં રહેતા કડવા પટેલ સમાજનું છેલ્લા ત્રણ વર્ષથી સ્નેહમિલન યોજવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં ત્રીજા વર્ષનું આયોજન ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કડવા પટેલ સમાજના રાજકીય, સામાજિક અને અન્ય ક્ષેત્રમાં જોડાયેલા જ્ઞાતિજનો અને દાતાઓનો વિશેષ સ્વાગત સન્માન કરીને સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજકોટ જીલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા તાલુકાના કડવા પટેલ સમાજનો છેલ્લા ત્રણ વર્ષથી નવા વર્ષની શરૂૂઆત બાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ છે ત્યારે આ કાર્યક્રમની શરૂૂઆત સૌ પ્રથમ ઉપલેટાના ભાયાવદર ખાતે યોજાયો હતો જે બાદ બીજા વર્ષે આ કાર્યક્રમ ધોરાજીના મોટી મારડ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ બે વર્ષના સુંદર આયોજન બાદ ત્રીજા વર્ષનું આયોજન ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી પાનેલી ગામના કડવા પટેલ સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા વર્ષ 2024 ના નુતન વર્ષાભિનંદનની શુભેચ્છા અને સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને આવતા વર્ષનું સ્નેહમિલન કાર્યક્રમ ધોરાજીના સુપેડી ગામ ખાતે યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ ભાલોડિયા ગેલેકસી ગૃપ-રાજકોટ, મૌલેશભાઈ ઉકાણી-રાજકોટ ચેરમેન ઉમીયાધામ-સીદસર, જગદીશભાઈ કોટડિયા ઉદ્યોગપતી તથા ટ્રસ્ટી ઉમીયાધામ-સીદસર, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ધારાસભ્ય ઉપલેટા-ધોરાજી, પુનિતભાઈ ચોવટિયા ઉદ્યોગપતી તથા ટ્રસ્ટી ઉમીયાધામ-સીદસર, જેન્તીભાઈ કાલરીયા માજી ધારાસભ્ય-ઉપલેટા, કડવા પટેલ સમાજ-મોટી પાનેલી, જગદીશભાઈ ભુરાભાઈ વાછાણી, વિમલભાઈ વાછાણી-પાનેલી, ડો. સંજયભાઈ ખાનપરા-સુપેડી, મગનભાઈ મોહનભાઈ ફળદુ-ઉદ્યોગપતિ-રાજકોટ, વલ્લભભાઈ નાથાભાઈ પાડલીયા-મોટી પાનેલી, મનસુખભાઈ બાબુભાઈ ઘોડાસરા-મોટી પાનેલી, રવિભાઈ માકડિયા રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી, કાંન્તિભાઈ ગોવિંદભાઈ માકડિયા ઉદ્યોગપતી તથા ટ્રસ્ટી ઉમીયાધામ-સીદસર, નવીનભાઈ બાબુભાઈ રૈયાણી-મોટી પાનેલી, કાનજીભાઈ છગનભાઈ હિરાણી, પ્રીત ગીરીશભાઈ હિરાણી-ધોરાજી, કાન્તિભાઈ ગાંડુભાઈ કલોલ-પાનેલી મોટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


આ સાથે જ પ્રસંગને અનુરૂૂપ તેમજ સમાજની અંદર નવીન સુધારા વધારા તેમજ પ્રસંગને અનુરૂૂપ વક્તાઓ દ્વારા સુંદર શબ્દોથી સંબોધવામાં આવ્યું હતું જેમાં જગદીશભાઈ કોટડીયા, પુનિતભાઈ ચોવટીયા, ડો. મહેન્દ્ર પાડલીયા, જયંતીભાઈ કાલરીયા, નયનાબેન ભાલોડીયા, સરોજબેન માકડીયા, કે.બી. વાછાણી, જયેશભાઈ પટેલ, જતીનભાઈ ભાલોડીયા, તોરલબેન ઝાલાવાડીયા સહિતનાઓ દ્વારા પ્રસંગે અનુરૂૂપ શબ્દોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા અત્યારે આ કાર્યક્રમનું સંચાલન ભુપતભાઈ ગામી તેમજ આર.સી. ભુત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી પાનેલી ગામના કડવા પટેલ સમાજના આગેવાનો, અગ્રણીઓ, મહિલાઓ સહિતનાઓ દ્વારા ભારે જહમત ઉઠાવી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version