ધો.10 અને 12ના પરિણામને પખવાડિયું વિત્યું છતાં હજુ સુધી માર્કશીટ મળી નથી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના બોર્ડ પરિણામો જાહેર કરાયાને બે અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, બોર્ડ…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના બોર્ડ પરિણામો જાહેર કરાયાને બે અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, બોર્ડ હજુ સુધી વિદ્યાર્થીઓને અસલ ગુણપત્રક (માર્કશીટ) અને પ્રમાણપત્રો વિતરણ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થયાના થોડા જ દિવસોમાં શાળાઓ મારફતે હાર્ડકોપી પહોંચાડી દેવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે પખવાડિયું ગુજરી જવા છતાં હજુ સુધી વિતરણની કોઈ ચોક્કસ તારીખ પણ જાહેર ન કરાતા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં વિદ્યાર્થીઓ માત્ર ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી કામચલાઉ પ્રિન્ટઆઉટના ભરોસે બેઠા છે.

માર્કશીટ મળવામાં થઈ રહેલા આ અસાધારણ વિલંબના કારણે ખાસ કરીને ધોરણ-12 પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. એન્જિનિયરિંગ, મેડિકલ, કોમર્સ અને આર્ટસ જેવા પ્રવાહોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયાઓ શરૂૂ થઈ ચૂકી છે. આ પ્રવેશ પ્રક્રિયાઓ દરમિયાન અસલ માર્કશીટ અપલોડ કરવી કે તેનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત હોય છે. મૂળ દસ્તાવેજોના અભાવે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ ધોરણ-12 પછી તુરંત જ વિદેશ અભ્યાસ માટે જવા માંગે છે અને જેમણે વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રોવિઝનલ એડમિશન મેળવી લીધા છે, તેમની વિઝા પ્રક્રિયા અને ફાઈનલ એડમિશન પણ અસલ માર્કશીટ વિના અટકી પડ્યા છે.

પૂછપરછથી કંટાળી ગયા છે. બોર્ડ તરફથી માર્કશીટ ક્યારે મોકલવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર કે માહિતી આપવામાં આવી નથી. બોર્ડના આ ઢીલા વલણને કારણે શાળાઓ પણ વાલીઓને કોઈ સંતોષકારક જવાબ આપી શકતી નથી. શિક્ષણ જગતના નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે નવી સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન સિસ્ટમ (જેવી કે ૠઈઅજ) અમલમાં હોવાથી, જો માર્કશીટ આપવામાં હજુ વધુ મોડું થશે તો સમગ્ર એડમિશન કેલેન્ડર ખોરવાઈ જશે અને શૈક્ષણિક સત્ર શરૂૂ થવામાં પણ વિલંબ થઈ શકે છે.