ક્રાઇમ
કુવાડવાના ચાંચડિયા ગામના ખેડૂત ઘરેથી નીકળી ગયા બાદ વાડીમાંથી લાશ મળી
તાજેતરમાં કમોસમી વરસાદ પડતા ખેડુતોના પાકને નુકશાન થયું છે જેથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. આ પાકના નુકસાન મામલે સરકારને અનેકવાર રજુઆતો પણ કરવામાં આવી છે. ગઇકાલે એક ખેડુતે પાકને નુકસાન થતા અને આર્થિક ભીંસમાં મુકાતા આપઘાત કરી લીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કુવાડવાના ચાંચડીયા ગામે રહેતા રાજુભાઇ મુનાભાઇ ખસીયા (ઉ.વ.23) નામનો યુવાન ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનોએ શોધખોળ કરતા તેમની ગામની વાડીમાંથી લાશ મળી આવી હતી. આ અંગે કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ કે.એચ. પળાલીયાએ પણ જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ત્યાં કાગળો કરી સી.એચ.સી. સેન્ટરમાં પોસ્ટમોર્ટમ કરવા ખસેડાયો હતો. આ અંગે પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે તેઓ ત્રણ ભાઇ બે બહેનમાં વચેટ હતા. ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ તેની લાશ મળી આવી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજુભાઇએ કપાસાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. આ બનાવથી પરિવારમાં શોક છવાયો છે.