રાષ્ટ્રીય

હ્યુન્ડાઈના શેરનું નિરસ લિસ્ટિંગ, એક ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યો

Published

on

દેશના સૌથી મોટા આઇપીઓમાં રોકાણકારોને ઝટકો

દેશનો સૌથી મોટો હુંડાઇ મોટર ઇન્ડીયાનો આપીઓ આજે મંગળવારે શેરબજારમાં લિસ્ટ થયો છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના શેર, દક્ષિણ કોરિયન વાહન ઉત્પાદક હ્યુન્ડાઈના ભારતીય એકમનું ઇજઊ અને ગજઊ પર ખૂબ જ સુસ્ત લિસ્ટિંગ હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના શેર ફ્લેટ લિસ્ટેડ છે. આ શેર તેના ઈંઙઘ પ્રાઇસ બેન્ડની સરખામણીમાં 1.48% ના ડિસ્કાઉન્ટ સાથે રૂૂ.1931 પર ઇજઊ પર લિસ્ટ થયા હતા.


જયારે ગજઊ પર 1.3% ના ડિસ્કાઉન્ટ સાથે રૂૂ.1934 પર લિસ્ટ થયા હતા. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા મુદ્દાને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. આ ઈસ્યુ ત્રણ દિવસમાં માત્ર 2.37 વખત સબસ્ક્રાઈબ થયો હતો. આમાં પણ રિટેલ રોકાણકારો દ્વારા ખૂબ જ ઓછા સબસ્ક્રિપ્શન હતા.


મહત્વનું છે કે, આ આઇપીઓનું કદ 27,870 કરોડ રૂૂપિયા છે, જે ભારતીય શેરબજારમાં સૌથી મોટો આઇપીઓ છે. તેણે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયના રૂૂ. 21,000 કરોડના આઇપીઓને પાછળ છોડી દીધો છે. ઇુીંક્ષમફશ ખજ્ઞજ્ઞિિં ઈંક્ષમશફ ઈંઙઘ માટે પ્રાઇસ બેન્ડ 1,865-1,960 રૂૂપિયા નક્કી કરવામાં આવી હતી.


ગજઊ ડેટા અનુસાર, રૂૂ. 27,870 કરોડના કદના આઇપીઓ હેઠળ 9,97,69,810 શેરની ઓફર સામે 23,63,26,937 શેર માટે બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ચઈંઇ) કેટેગરી 6.97 વખત સબસ્ક્રાઇબ થઈ હતી, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 60 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા માત્ર 50 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ આઇપીઓ ખુલતા પહેલા મોટા (એન્કર) રોકાણકારો પાસેથી રૂૂ. 8,315 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો આ આઇપીઓ 15-17 ઓક્ટોબર દરમિયાન રિટેલ રોકાણકારો માટે ખુલ્લો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version