સુકેશ ચંદ્રશેખરના જીવન અને કૌભાંડ પરની ડોકયુમેન્ટરી 18 ડિસેમ્બરે નેટફ્લિકસ પર

સુકેશની કહાની હવે OTT પર જેકલીન સાથેના સંબંધોથી છેતરપિંડી સુધી, સુકેશની કહાની નેટફ્લિક્સ પર કરોડોના કૌભાંડ અને તિહાર જેલના કથિત નેટવર્ક પર બનેલી ડોક્યુમેન્ટરી 18…

સુકેશની કહાની હવે OTT પર જેકલીન સાથેના સંબંધોથી છેતરપિંડી સુધી, સુકેશની કહાની નેટફ્લિક્સ પર કરોડોના કૌભાંડ અને તિહાર જેલના કથિત નેટવર્ક પર બનેલી ડોક્યુમેન્ટરી 18 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે OTT પ્લેટફોર્મ ગયરિંહશડ્ઢ પર ફરી એક નવી ક્રાઇમ ડોક્યુમેન્ટ્રી જોવા મળવાની છે. કરોડો રૂૂપિયાના કથિત છેતરપિંડી કેસને કારણે ચર્ચામાં આવેલા સુકેશ ચંદ્રશેખરના જીવન અને તેના ગુનાહિત નેટવર્ક પર આધારિત ટ્રુ-ક્રાઇમ ડોક્યુમેન્ટરીની જાહેરાત કરવામાં આવી છે.

’લવ, સ્કેમ્સ એન્ડ ધોખા: ધ સુકેશ ચંદ્રશેખર સ્ટોરી’ નામની આ ડોક્યુમેન્ટરીમાં તેની છેતરપિંડીની પદ્ધતિઓ, પ્રભાવશાળી લોકો સાથેના સંબંધો અને તિહાર જેલમાંથી ચલાવવામાં આવેલી કથિત પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટરી 18 ડિસેમ્બરના રોજ ગયરિંહશડ્ઢ પર સ્ટ્રીમ થવાની છે. સુકેશની વિવાદાસ્પદ જિંદગી અને તેની સાથે જોડાયેલા અનેક હાઇ-પ્રોફાઇલ કેસને કારણે આ પ્રોજેક્ટ પહેલેથી જ ચર્ચામાં આવ્યો છે.આ ડોક્યુમેન્ટરીમાં સુકેશ ચંદ્રશેખરના શરૂૂઆતના જીવનથી લઈને તેની સામે નોંધાયેલા અનેક હાઇ-પ્રોફાઇલ છેતરપિંડીના આરોપો સુધીની સફર બતાવવામાં આવશે. ડોક્યુમેન્ટરીમાં એ પણ બતાવવામાં આવશે કે કેવી રીતે સુકેશે રાજકારણીઓ અને બોલિવૂડની જાણીતી હસ્તીઓ સહિત અનેક પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા.

તેની ઓળખ, દાવાઓ અને લોકોનો વિશ્વાસ જીતવાની પદ્ધતિઓને પણ આ પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે.આ ડોક્યુમેન્ટરીનો સૌથી રસપ્રદ ભાગ સુકેશ ચંદ્રશેખરની જેલમાં રહીને કરવામાં આવેલી કથિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. સુકેશ તિહાર જેલમાં કેદ હોવા છતાં તે પોતાની છેતરપિંડીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં સફળ રહ્યો હોવાનો આરોપ છે. આ ઉપરાંત, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શક્ય બનાવતી સિસ્ટમની ખામીઓ અને વ્યવસ્થામાં રહેલી નબળાઈઓની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે બે વર્ષથી વધુ સમય સુધી રીસર્ચ કરવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય માત્ર સુકેશ સાથે જોડાયેલી બાબતોને ફરી રજૂ કરવાનો નથી, પરંતુ સમગ્ર કેસની અંદર રહેલી ઘટનાઓ અને છેતરપિંડીના નેટવર્કને ઊંડાણપૂર્વક સમજવાનો છે.