ગુજરાત

આટકોટમાં બાયોડીઝલ વેચતા પેટ્રોલ પંપ સંચાલક સામે ગુનો નોંધાયો

Published

on

આટકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા સત્યસાંઈ પેટ્રોલપંપ પાસે આઠ મહિના પૂર્વે જસદણ મામલતદારે દરોડો પાડી ચાર હજાર લીટર બાયોડીઝલ ઝડપી પાડ્યો હોય જે મામલે એફએસએલના રિપોર્ટ બાદ પેટ્રોલ પંપના સંચાલક સામે ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ જસદણના મામલતદાર એમ.ડી. દવેએ આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના સાણથલી ગામના અરવિંદ મનુભાઈ ધડુકનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 29-2-24ના રોજ મામલતદાર એમ.ડી. દવે તેમજ ફરેણી ગામના મદદનીશ નિયામક એસજી પટેલ તેમજ જસદણના એમ.સી. રાજ્યગુરુ સહિતનીટીમે ગોંડલ ચોકડી પાસે આટકોટ નજીક બાપાસીતારામ હોટલ પાછળ બીપીસીએલ કંપનીના સત્યસાંઈ પેટ્રોલપંપ નજીક દરોડો પાડતા ત્યાંથી આશરે 4 હજાર લીટર જેટલુ બાયોડીઝલ મળી આવ્યુ હતું. 10 હજાર લીટરના ક્ષમતા વાળા ગ્રાઉન્ડ સ્ટોરેજના 4 હજાર લીટર બાયોડીઝલ કબ્જે કર્યા બાદ આ અંગે એફએસએલની મદદ લઈ પેટ્રોલપંપના માલીક પાસે આ અંગે જરૂરી મંજુરીના કાગળો માંગતા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યુ હતું.

રૂા. 2.88 લાખનો બાયોડીઝલનો જથ્થો સીલ કરવામાં આવ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં આ બાયોડીઝલ હોવાનું પુરવાર થતાં અંતે દરોડાના આઠ મહિના બાદ પેટ્રોલપંપના માલીક સામે આ અંગે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ 1995ની કલમ 3-7 અને પેટ્રોલીયમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version