ગુજરાત
વીંછિયાના સનાળા ગામે ખરાબાના પ્લોટમાં ચાલતા વિવાદમાં દંપતી ઉપર હુમલા
કૌટુંબિક ભત્રીજા સહિત સાત સામે ગુનો નોંધાયો
જસદણ તાલુકાના વિછિયાના ભડલી ગામે ખરાબાના પ્લોટમાં ચાલતા વિવાદ બાબતે દંપતિ ઉપર કૌટુંબીક ભત્રીજા સહિતના સાત શખ્સોએ હુમલોક રતા દંપતિને ઈજા થઈ હતી. આ મામલે જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ વિછિયાના સનાળા ગામે રહેતા હરજીભાઈ શિવાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કૌટુંબીક ભત્રીજા અલ્પેશ વલ્લભ સોલંકી, દિલિપ વલ્લભ સોલંકી, વલ્લભ રામજી સોલંકી, લાલજી રામજી સોલંકી, અજય લાલજી સોલંકી, અલ્પેશ પરસોતમ મકવાણા, રાહુલ રમેશ મકવાણાનું નામ આપ્યું છે.
હરજીભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ઘર પાસે સાર્વજનીક ખરાબાનો પ્લોટ હોય જેમાં 25 વર્ષથી તેમનો કબ્જો હોય આ પ્લોટ બાબતે વાંધો ચાલતો હોય હરજીભાઈ અને તેના પત્ની હંસાબેન આ પ્લોટમાં બોરડીના ઝાડ કાઢતા હોય તે દરમિયાન અલ્પેશ સોલંકી અને તેની સાથેના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને આ પ્લોટ ખાલી કરવાનું કહી હુમલો કર્યો હતો. હરજીભાઈ અને તેના પત્ની હંસાબેનને માર મારતા બન્નેને ઈજા થઈ હતી. અને બન્નેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.