ક્રાઇમ

જૂનાગઢ-સોમનાથ જિલ્લા ચોરીના ગુનામાં 14 વર્ષથી નાસતું ફરતું દંપતી ઝડપાયું

Published

on


ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે જુનાગઢ જિલ્લાના મેંદરડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.41/2010, ઈ.પી.કો. કલમ 379,114 તથા ગીર સોમનાથ જિલ્લાના તલાલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.89/2010, ઇ.પી.કો. કલમ 379,114 મુજબના કામના આરોપીઓ કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતો હોય, મજકુર લીસ્ટેડ આરોપીઓને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડવામાં સફળતા મળેલ છે.


પકડાયેલાઓમાં વલ્લભભાઈ મનજીભાઈ કાવઠીયા, ઉ.વ.51, રહે.રાજકોટ, કોઠારીયા, લાપાસણી ચોક, વેલનાથપરા, રણુજામંદિરની પાસે, તા.જિ.રાજકોટ મુળ રહે. પુતેળીયા, તા.બગોદરા, જિ.અમદાવાદ અને તેમની પત્ની શોભાબેન વા/ઓ. વલ્લભભાઈ મનજીભાઈ કાવઠીયા, ઉ.વ.43, રહે.રાજકોટ, કોઠારીયા, લાપાસણી ચોક, વેલનાથપરા, રણુજામંદિરની પાસે, તા.જિ.રાજકોટ મુળ રહે. પુતેળીયા, તા.બગોદરા, જિ.અમદાવાદનો સમાવેશ થાય છે.


તસ્કર દંપતિને પકડવામાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ.જાવિદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ.મનીષભાઈ જાની, રાહુલભાઈ ઢાપા,તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. હિનાબેન મેવાડા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version