ગુજરાત
બેફામ કારચાલકે બાઇકને ઠોકર મારતા દંપતિ ઘાયલ
ખોડીયાર કોલોની નજીકના બનાવની ફરિયાદ નોંધાઇ
ગઈકાલે જામનગરના ખોડીયાર કોલોની રોડ પર સ્થિત રાજ ચેમ્બર સામે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જીજે 10 ડીઆર 7749 નંબરની એમજી કારના ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી રોડ ક્રોસ કરી રહેલા જીજે 10 બીડી 0890 નંબરની સ્પ્લેન્ડર હોન્ડા બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર દંપતીને કારે ફૂટબોલની જેમ ઉડાવી દીધા હતા.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘાયલ દંપતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના કારણે રોડ પર થોડા સમય માટે લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને વ્યવસ્થિત કરીને વાહન વ્યવહારને પુન: શરૂૂ કર્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલમાં તેમની હાલત સ્થિર છે.