rajkot

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ઘેટાં-બકરા ચોરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ઝડપાયું

Published

on

સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોમ હાથ ધરી છે. ઈનોવા કારમાં સૌરાષ્ટ્રમાં આવી રાત્રીનાં સમયે મેલડી માંના મંદિરેથી ઘેટા-બકરાની ચોરી કરી આરોપીઓ આણંદમાં કતલખાને વેંચી નાખતાં હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે નડિયાદના પરસોતમ પુંજાભાઈ તળપદા, ખેડા તાલુકાના માતર ગામના નિજામુદ્દીન મયુદ્દીન શેખ અને નડિયાદના રાજ પુનમભાઈ તળપદાની ધરપકડ કરી તેમની પાસેથી ઈનોવા કાર કબજે કરી છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ પોતાના અન્ય ત્રણ સાગ્રીતો ખેડા પંથકનાં સંજય બાબુભાઈ તળપદા, કિશોર મનુભાઈ તળપદા અને વિપુલ વીરસંગ ભુરીયાની મદદથી સૌરાષ્ટ્રમાં એક ડઝન જેટલા સ્થળોએ મેલડી માતાના મંદિરેથી માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખ્યાની કબુલાત આપી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ખેડા પંથકની ગેંગ ઈનોવા કાર લઈ સૌરાષ્ટ્રમાં આવી મેલડી માતાના મંદિરે માનતા બકરા કારમાં ભરી આણંદના યાસીન ગુલાબ શેખને ઘેટા બકરા વેંચી નાખતાં હતાં અને યાસીન ઘેટા બકરાની કતલ કરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કર ગેંગ ઘેટા બકરા 30 થી 40 હજારમાં વેંચી નાખતા હોવાનું જણાવ્યું છે.
પશુ ચોરી કરતી આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાબરાના મેલડી મંદિર, કાલાવડ તાલુકાના આણંદ પર ગામે, ટંકારાના અમરાપર ગામે, જામકંડોરણાના સાતોદડ અને તાજેતરમાં જ રાજકોટનાં મનહરપરા ગામે મેલડી મંદિરમાં ત્રાટકી માનતાના ઘેટા બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટનાં મનહરપરા ગામે આવેલ મેલડીમાના મંદિરે સાંજે દર્શન કરવા આવ્યા બાદ રાત્રીનાં મંદિરમાં ત્રાટકી માનતાના 7 ઘેટા-બકરા ઈનોવામાં ભરી નાસી ગયા હતાં.
આ કામગીરી અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ સહિતના સ્ટાફે કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશુ ચોરી કરતી આ ગેંગ પાસેથી મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version