ક્રાઇમ
સોશિયલ મીડિયામાં તલવાર સાથેનો ફોટો મૂકનાર ચીખલીનો યુવાન ઝડપાયો
ગીરસોમનાથ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા તથા પો.કોન્સ. ધર્મેનદ્રસિહ ગોહીલ તથા રણજીતસિંહ ચાવડાએ પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના ઇસમએ હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો/ફોટો અપલોડ કરેલ હોય જેને ચીખલી ગામના પાળા પાસેથી હથીયાર તલવાર સાથે પકડીપાડી આરોપી વિરૂૂધ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.135 મુજબ ગુન્હો રજી. કરાવેલ.
પકડાયેલા શખ્સનું નામ વિપુલ વિરાભાઇ ભાલીયા (ઉવ.23 રહે.ચીખલી ગામ તા.ઉના) તેમજ તેમની પાસેથી પ્લાસ્ટીકના હાથા વાળી બાહુબલી તલવાર -1 કી.રૂૂ.200/- કબજે કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.