ગુજરાત
જૂનાગઢના રાજુ સોલંકીની પત્ની સામે પણ ગુજ્સીટોકનો ગુનો નોંધાયો
અન્ય એક સાગરીતની પણ ધરપકડ
જૂનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજસીટોક કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં પ્રથમવાર ગુજસીટોક કલમ હેઠળ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હંસાબેન સોલંકી સાથે અન્ય એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.
જૂનાગઢ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઇસમો પર ગુજસીટોક કાયદા હેઠળ સકંજો કસવામાં આવ્યો હતો.રાજુ સોલંકીની ગેંગ દ્વારા સતત ગુનાઓને અંજામ આપવામાં આવતો હતું. આ ગેંગ દ્વારા હત્યાની કોશિશ, પોલીસ પર હુમલો, મારકૂટ, ચોરી, ફરજમાં રૂૂકાવટ, લુંટ, અપહરણ, ધાક ધમકી તેમજ પ્રોહીબીશન હેઠળ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ, ખંડણી લુંટ, અપહરણ, હથિયાર ધારા અને મારકુટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. જેને લઇ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ સહિત પાંચ ઈસમો પર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક જયેશ ઉર્ફે જવો સોલંકી પહેલાંથી જ 307ના ગુનામાં જેલમાં છે.
દલિત સમાજના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને શહેર ગજઞઈં પ્રમુખ સંજય સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા, જયેશ ઉર્ફે જવો સોલંકી,જે હાલ 307ના ગુનોમાં ઝડપાયેલ છે. જુનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકીના ભાઈ તેમજ બે પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.