કિર્તિદાન ગઢવીને 4.75 કરોડનો ધુંબો મારનાર ઠગ સામે અંતે ગુનો નોંધાયો

શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણીતા મહાઠગ અનિલ વિભાણી વિરૂૂદ્ધ કરોડો રૂૂપિયાની છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ ઠગે નવરાત્રિ દરમિયાન લોક કલાકાર કિર્તીદાન…

શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણીતા મહાઠગ અનિલ વિભાણી વિરૂૂદ્ધ કરોડો રૂૂપિયાની છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ ઠગે નવરાત્રિ દરમિયાન લોક કલાકાર કિર્તીદાન ગઢવીના ’નોરતા નગરી’ નામથી યોજાયેલા ભવ્ય ગરબા ઇવેન્ટમાં મોટી સ્પોન્સરશીપ લાવી આપવાનો ખોટો વાયદો કર્યો હતો. આ બહાને તેણે આયોજકો પાસેથી રૂૂ.1.5 કરોડ ની કિંમતના VIP પાસ મેળવી લીધા હતા, પરંતુ સ્પોન્સરશીપના નાણાં ન ચૂકવીને કુલ રૂૂ. 4.75 કરોડની મહાઠગાઈ આચરી હતી.

આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.બોપલ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અર્જૂનભાઈ ભુતિયાએ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2025 માં નવરાત્રિ પૂર્વે તેમની મુલાકાત અનિલ વિભાણી સાથે થઈ હતી. અનિલે પોતે મોટી ઇવેન્ટ્સ કરતો હોવાની મોટી-મોટી વાતો કરી અર્જૂનભાઈને લાલચ આપી હતી. અર્જૂનભાઈ એસ.પી. રિંગરોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે કિર્તીદાન ગઢવીના ‘નોરતા નગરી’ ગરબાનું આયોજન સંભાળી રહ્યા હતા.

અનિલે આ ઇવેન્ટમાં રૂૂ. 3.25 કરોડ ની મોટી સ્પોન્સરશીપ લાવી આપવાનો દાવો કર્યો હતો. તેના ભરોસે આયોજકોએ રૂૂ. 12 કરોડ નો મોટો ખર્ચ કરીને માર્કેટિંગ કર્યું હતું અને અનિલને વેચવા તેમજ વહેંચવા માટે રૂૂ. 1.5 કરોડ ના VIP પાસ અને ટિકિટો આપી દીધી હતી. ઇવેન્ટ પૂર્ણ થઈ ગયા બાદ પણ અનિલ વિભાણીએ વચન મુજબની રૂૂ. 3.25 કરોડ ની સ્પોન્સરશીપ ન લાવી આપી અને ફાળવવામાં આવેલા રૂૂ. 1.5 કરોડ ના VIP પાસની રકમ પણ ઓળવી ગયો હતો.

આ રીતે તેણે આયોજકો સાથે કુલ રૂૂ. 4.75 કરોડ ની છેતરપિંડી કરી હતી. અર્જૂનભાઈએ જ્યારે પોતાના નાણાંની ઉઘરાણી કરી, ત્યારે અનિલે ડિસેમ્બર 2025 સુધીનો સમય માંગ્યો હતો અને ત્યારબાદ પોતાના ફોન બંધ કરી દીધા હતા. ગત એપ્રિલ માસમાં જ્યારે અર્જૂનભાઈ તેને રૂૂબરૂૂ મળ્યા, ત્યારે અનિલ વિભાણીએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા સરખેજ પોલીસે ગુનો નોંધીને ઠગની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.