Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈ

ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.11સુરેન્દ્રનગર શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં એક જાણીતા વેપારી પરિવાર સાથે 6.80 કરોડની જંગી ઠગાઈની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોતાની માસૂમ દીકરીની બીમારીની સારવાર અમેરિકામાં કરાવવા માટે કાયમી વિઝા મેળવવાની લાલચમાં વેપારીએ પિતાની કરોડોની કિંમતની દુકાનો ગુમાવી દીધી છે. આ મામલે સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસ મથકે મોડાસા અને સુરતના સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે સુરેન્દ્રનગર સીટી એડીવીઝન પોલીસ મથકે ફરિયાદની વિગતો મુજબ, સુરેન્દ્રનગરમાં કાપડનો વ્યવસાય કરતા પાર્થ કમલેશભાઈ દોશીની 4 વર્ષની પુત્રી ઓટીઝમ નામની ગંભીર બીમારીથી પીડિત છે.ડોક્ટરે આ બીમારીની સારવાર અમેરિકામાં શક્ય હોવાનું જણાવતા, પાર્થભાઈ વિદેશ જવા માટે એજન્ટની શોધમાં હતા.

આ દરમિયાન તેમના એક મિત્ર મારફતે મોડાસાના કાસીમભાઈ ઇસ્માઇલભાઈ દાદુ સાથે સંપર્ક થયો હતો. કાસીમભાઈએ 8 કરોડમાં આખા પરિવારના અમેરિકાના EB5 વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી.વિઝાના નાણાંની વ્યવસ્થા કરવા માટે પાર્થભાઈએ સુરેન્દ્રનગરના જવાહર રોડ પર આવેલી પિતાની કરોડોની કિંમતની ત્રણ માળની બે દુકાનો કાસીમભાઈને 6 કરોડમાં વેચાણથી આપી દીધી હતી. આ દુકાનોના દસ્તાવેજ આરોપીના મળતિયાઓના નામે કરી આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત, વિઝાની કામગીરી ઝડપી કરવાના બહાને અને અન્ય ખર્ચ પેટે આંગડિયા મારફતે 80 લાખ રોકડા પડાવ્યા હતા.આરોપી કાસીમભાઈએ 300 પરિવારોને વિદેશ મોકલ્યાનો ખોટો દાવો કરી અને અમેરિકા રહેતા સબંધી પાસે જૂઠી સાક્ષી અપાવી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો.

ત્યાર બાદ તેણે પિતાના ખાતામાં જંત્રી મુજબ નાણાં જમા કરાવી, તે જ રકમ આંગડિયા મારફતે પરત મંગાવી લીધી હતી. મહિના સુધી કામ ચાલુ હોવાના બહાના હેઠળ છેતરી, અંતિમ તબક્કે 15 દિવસમાં વિઝાનો ભરોસો આપી સુરત ખાતે વધુ 1 કરોડ આંગડિયાથી પડાવ્યા હતા. સમગ્ર વ્યવહારમાં આંગડિયા પેઢીનો ઉપયોગ કરાયો હતો જેથી બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી પકડાય નહીં. -પાર્થભાઇ દોશી અરવલ્લી મોડાસાના કાસીમભાઇ ઇસ્માઇલભાઇ દાદુ, દાદુ મહોમદસલીમ ઇસ્માઇલ, દાદુ સાઇદામહમદ સલીમ, ભાઇલા મુસ્તાક મહોમદ પુજાભાઇ, સુથાર ફારૂૂક ઉસ્માનગની, ઇકરમા ઉર્ફે ઇકરમ ઇમ્તિયાઝ હુસેન ગેણા, સુરતના ઇમરાન અબ્દુલ્લા મેમણ સામે કાર્યવાહી કરાઈ છે.

Exit mobile version