ક્રાઇમ

અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી

Published

on

ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર સાથે થયેલી ઠગાઇની ઘટનામાં સાચી પડે છે. ઠગ ટુકડીએ નવરંગપુરામાં બોગસ આંગડિયા પેઢી શરૂૂ કરી ડિલર પાસે રૂૂપિયા મોકલાવ્યા અને તેનું આરટીજીએસ ડિલરના ખાતામાં જ કરવાનું કહેવાયું હતું પરંતુ રૂૂપિયા આવતાં જ પેઢી બંધ થઇ ગઇ હતી આ બાબતે ડિલરે ફરિયાદ નોંધાવતાં નવરંગપુરા પોલીસે તપાસ આરંભી છે.

બાબરા ખાતે હોન્ડાની ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવતા જયદીપ કિશોરભાઇ રાવરાણી(31)ને છ મહિના પહેલા સ્થાનિક વિસ્તારના ગોપાલે 25 લાખની લોન કરાવી આપી હતી. જેને પગલે તેઓ સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ગોપાલે જયદીપને કહ્યું હતું કે જો તમારી પાસે રોકડા રૂૂપિયા હોય તો આરટીજીએસથી હરેકૃષ્ણ નારાયણ એન્ટરપ્રાઇઝમાં રૂૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો કંપનીમાંથી ટૂંકાં સમયમાં કમિશન મળે.

લાલચમાં આવી ગયેલા જયદીપ પાસે એક કરોડની સગવડ થતાં તેણે ગોપાલને વાત કરતા ગોપાલે તેને રૂૂપિયા લઇ રાજકોટ બોલાવ્યો હતો અને ત્યાં નિલેષ સાથે ઓળખાણ કરાવી હતી અને એક કરોડનું આંગડીયું અમદાવાદ કરવા કહ્યું હતું. એક કરોડ પર 15 લાખ કમિશન નક્કી થયું હતું.જયદિપે પી.એમ.આંગડિયા પેઢીમાં એક કરોડ આંગડિયાથી મોકલી આપ્યા હતા. ત્યારે આ ટુકડીએ કહ્યું હતું કે આંગડિયાથી રૂૂપિયા કે.આર.પટેલ એન્ટરપ્રાઇઝ(આંગડિયા)માં મોકલવાના છે. જયદિપે પી.એમ. આંગડિયામાં આ રૂૂપિયા કે.આર. એન્ટપ્રાઇઝમાં મોકલવાનું કહેતા તેમણે આવી કોઇ પેઢીને પોતે ઓળખતા નથી તેમ કહી રૂૂપિયા મોકલ્યા નહોતા. નિલેષે પોતાનો માણસ નરેન્દ્ર અમદાવાદ હોઇ તે આ રૂૂપિયા કે.આર.એન્ટરપ્રાઇઝમાં જમા કરાવી દેશે તેમ કહ્યું હતું. જયદીપને શંકા જતાં તેણે નરેન્દ્ર સાથે મિત્ર પલકને નવરંગપુરા ખાતે કે.આર. એન્ટરપ્રાઇઝમાં મોકલ્યા હતા. જ્યાં રૂૂપિયા જમા કરાવ્યા બાદ આરટીજીએસ દ્વારા જયદીપના ખાતામાં રૂૂપિયા જમા થશે તેમ કહ્યું હતું. સમય પસાર કરી આંગડિયા પેઢીનો કર્મચારી ઓફિસ બંધ કરીને ચાલ્યો ગયો હતો પરંતુ આરટીજીએસથી રૂૂપિયા આવ્યા નહોતા. બીજી દિવસે તપાસ કરતાં આવી કોઇ પેઢી ન હોવાનું ધ્યાને આવતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

1) ગોપાલ નંદલાલ પિતલાબોય(રાજકોટ)

2) નિલેશ રાણાભાઇ મોઢવાડીયા( વડોદરા)

3) નરેન્દ્ર જેરામભાઇ લાડવા( વડોદરા)

4) યોગેશ ધીરૂૂભાઇ તરસરીયા ( અમરેલી)

5)સરદારઅલી અનવરઅલી( યુ.પી)

6)મૌલિક ઘનશ્યામભાઇ( સુરત)

7)અશ્વિન કાલુભાઇ પટેલ( સુરત)

8)રાઘવેન્દ્રસિંઘ (પંજાબ)

9)ધૃપ શંકરરાવ રાઠોડ( મહારાષ્ટ્ર)

10)નિમેષ ગિરીશભાઇ નાયક(નવા વાડજ)

11)સંજયભાઇ કાનજી જેઠવા( ગોતા)

12) મુકેશ ઉર્ફે અલ્પેશભાઇ પટેલ( અમદાવાદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version