Site icon Gujarat Mirror

રીબડાના પાદરમાં આવેલી બાપા સીતારામ હોટલ ઉપર વહેલી સવારે બુલડોઝર ફર્યુ

સ્વૈચ્છિક દબાણ હટાવાયા બાદ બાકીનુ બાંધકામ હટાવતું તંત્ર, ટારગેટ કરાતા હોવાનો આક્ષેપ

ગોંડલ તાલુકાના રીબડા ગામે વહેલી સવારે 5 વાગ્યે ગેરકાયદેસર કરાયેલા દબાણ અંગે તંત્ર દ્વારા અપાયેલ ત્રણ માસ પહેલાની નોટીસની અમલવારી કરી ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલના રીબડા ચોકડી પાસે આવેલ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજાની બાપા સીતારામ હોટલની 200 ચો.મી.જગ્યા ખુલ્લી કરવામાં આવી મામલતદાર ડોડીયા, તાલુકા પીઆઈ વી.એમ ડોડીયા સહિત પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ ની ઉપસ્થિતિમાં ડીમોલેશન કરાયું હતું.પાંચ મહિના પહેલા રીબડા સ્મશાન સામે હાઇવે પર આવેલ ઠાકરધણી હોટલનુ સ્વૈચ્છિક દબાણ દૂર કરાયા બાદ બાકી રહી ગયેલા ગેરકાયદેસર દબાણ પર ફરી ડીમોલેશન કરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેમની 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી..ગોંડલ શહેર તાલુકામાં અનેક દબાણો હોવાં છતાં તંત્ર માત્ર રીબડાના સમર્થકો ને ટાર્ગેટ કરતાં હોવાનાં આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાયા હતા.

તંત્ર દ્વારા પાંચ મહિના પહેલા કરાયેલ હોટલ ઠાકરધણીનુ અધુરૂૂ ડીમોલેશન પણ કરાયું ત્યારે રીબડા ગ્રામ પંચાયતે સીમ વિસ્તારમાં કામ કરતા ખેત મજુરો માટે બનાવાયેલ ટોઈલેટ શૌચાલય પણ તંત્ર દ્વારા ડીમોલેશન કરાતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. બીજી બાજુ રાજકોટ ગોંડલ ચોકડી થી જેતપુર હાઈવે ઉપર થયેલા ગૌચર અને સરકારી ખરાબાની જગ્યા ઉપરનાં દબાણો પર તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા હોવાનાં આક્ષેપ થયા હતા. પાંચ મહિના પહેલા રિબડા ગ્રામજનો દ્વારા ફોટા સાથે અપાયેલા આવેદનપત્ર સાથેની રજૂઆતનુ ક્યારે હાથ ધરાશે ડીમોલેશન તેવાં સવાલો પણ ઉઠ્યા હતા.

Exit mobile version