ગુજરાત

ખંભાળિયા નજીક હાઈવે પર કિંમતી જમીન પરના દબાણ પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું

Published

on

વર્ષોથી થયેલા દબાણને દૂર કરવાની નોટિસ ઘોળીને પી જતા આખરે તંત્રની કડક કાર્યવાહી

સતત વિકસતા જતા ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વધતા જતા જગ્યાના ભાવ વચ્ચે સરકારી જમીનો પર ઠેર ઠેર દબાણો થતા આ સામે તંત્રએ કડક હાથે કામગીરી કરી, આજરોજ જામનગર હાઈવે પર લાખો ફૂટ કિંમતી સરકારી જગ્યા પર કોમર્શિયલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર આવેલા માંઢા ગામ સ્થિત સુવિખ્યાત આરાધના ધામ સામે કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનને વણાંકી લઈ અને કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ લાખો ફૂટની અને કરોડો રૂૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર હોટલો તેમજ દુકાનો બનાવી અને તેમાં છડેચોક વેપાર-ધંધા કરવામાં આવતા હતા.


આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના સરકારી તંત્ર દ્વારા દબાણકર્તા આસામીઓને તેઓનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવા માટેની અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસને કાગળની ચબરખી સમજીને દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ આજરોજ લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરુ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને જે.સી.બી. જેવા સાધનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version