ગુજરાત
ભાવનગરના કમળેજ ગામની સીમમાંથી 4380 દારૂની બોટલ સાથે બૂટલેગર પકડાયો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે વરતેજ તાબેના કમળેજ ગામની સીમમાંથી ઇંગ્લિશ દારૂૂ બિયરના મોટા જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ ફરાર બુટલેગરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કમળેજ ગામના શૈલેષ ગોરધન દેલવાડીયાએ કમળેજ વરતેજ રોડ પર રમેશ જાજડીયાની વાડીમાં ઇંગ્લિશ દારૂૂ બિયરનો જથ્થો ઉતારી ગેરકાયદે વેપલો કરે છે, જે માહિતી આધારે એલસીબીના જવાનોએ બાતમી વાળા થળે રેડ કરતા આરોપી શૈલેષ ગોરધન દેલવાડીયા હાજર મળી આવેલ જ્યાં વાડીની ઓરડીમાં બુટલેગર શૈલેષને સાથે રાખી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની નાની-મોટી 4380 બોટલ તથા 936 ટીન બિયરના ટીન મળી આવેલ હતા.
આ ઉપરાંત સ્થળ પરથી એક કાર અને આરોપીના કબ્જામાંથી એક મોબાઇલ મળી આવેલ આ અંગે બુટલેગર શૈલેષની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ભાવનગર વણકરવાસમાં રહેતા રાહુલ ઉર્ફે ચીની જયેશ શરદ પાંચા ખાખડીયા રહે.કમળેજ તથા રાજસ્થાનના સાંચોર જિલ્લાના આર.કે.નામના શખ્સ સાથે મળીને આ દારૂૂ બિયરનો વેપલો કરતો હોવાની કબુલાત કરી હતી, આથી એલસીબીએ ઇંગ્લિશ દારૂૂ, બિયર, કાર અને એન્ડ્રોઇડ મોબાઈલ મળી કુલ રૂૂ.10,99,320 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ વરતેજ પોલીસને હવાલે કરી ચારેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી શૈલેષ સિવાયના અન્ય બુટલેગરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.