ગુજરાત
GPSC ચેરમેન હસમુખ પટેલના નામે બોગસ ટેલીગ્રામ ચેનલ ચાલુ થઇ
પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ પૂર્વ આઇપીએસ હસમુખ પટેલનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઇ ગઠીયો એક કા ચારની લોભામણી લાલચો આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે ટ્વિટ કરીને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
આ બાબતે ખૂદ હસમુખ પટેલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ પૂર્વ આઇપીએસ હસમુખ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને તેમની કાર્યનિષ્ઠા અને કાર્યપદ્ધતિથી ગુજરાતના લોકો અજાણ નથી ત્યારે તેમના નામ અને ફોટાનો દુરપયોગ કરીને ગઠીયાઓ લોકોને ઠગવાનો પ્રયાસ કરતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ અંગે ફરિયાદ પણ દાખલ કરાઇ છે.