ક્રાઇમ
ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના દીનદયાળ નગરના બે મળી કુલ ત્રણ હત્યારાઓએ કઈ રીતે ખૂની ખેલ ખેલી,સાથી પોટલી મિત્ર ને કણસતો છોડી ને કઈ રીતે ભાગી છૂટ્યા હતા તે ત્રણેય હત્યારાઓની બુદ્ધિપૂર્વક રીતે કરેલ પૂછપરછ મા ખુલવા પામ્યું છે.
ઉંચડી ગામના સાધુ પરિવાર નો માનદાસ નારણદાસ મકવાણા અહીં તળાજા ખાતે ભિક્ષાવૃત્તિ સાથે ભટકતું જીવન જીવતો હતો.આજથી પાંચ દિવસ પહેલા ગત.તા.2 ની સાંજ ઢળે તે પહેલાજ માનદાસ ની લાશ પોલીસ ને જુના શોભાવડ જતા રસ્તામાં આવતા ચેકડેમ નજીકના સીસીરોડ પરથી મળી હતી.લાશ જે રીતે મળી તે જોતા પોલીસ ને પહેલેથીજ કંઈક અજુગતું થયાની શંકાહતી.કારણકે મોઢા અને પગના ભાગે ફેક્ચર અને લોહીના નિશાન હતા.સ્થળપર લોહીનું ધાબુ જોવા મળ્યું હતું.જેને લઈ એફ.એસ.એલ ટીમ ને પણ તપાસ ના કામે પો.ઇ રવિ ગોર દ્વારા બોલાવાઈ હતી.
અહીં રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવતા ડો.સાકીયા એપણ અનુભવ ના આધારે ભાવનગર પી.એમ કરવા માટે સૂચન કરેલ. શંકાસ્પદ મોત જણાતા પો.ઇ રવિ ગોર,પો.સ.ઇ સી.એચ. મકવાણા સ્ટાફના પ્રકાશભાઈ, યોગેન્દ્રસિંહ વાળા તથા ડી સ્ટાફે મૃતક માનદાસ ની હિસ્ટ્રિ ભેગી કરવાનું શરૂૂ કર્યું હતું.માનદાસ ની ઉઠક બેઠક, પીવાની ટેવ,રહેવા ના સ્થળો સહિત નો ઝીણવટ ભર્યો અભ્યાસ કર્યો તો બીજી તરફ જ્યાંથી લાશ મળી તેની આસપાસ ના બે કિમિ સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજ લાશ મળ્યાના 48 કલાક પહેલાના મેળવી ટેકનોલોજીનો સહારો લીધો હતો.
ઇન્વેસ્ટિગેશન અધિકારી ગોર એ જણાવ્યું હતુ કે આ કેસમાં હ્યુમન સોર્સીસ સારા કામ લાગ્યા હતા.નિયમિત નશો કરવાની ટેવ વાળા ખારાના ઈસમો ની પણ પૂછપરછ કરી હતી.એ દરમિયાન પોલીસ ને ચોક્કસ નામ મળ્યા.જેને લઈ શકમંદો ની બુદ્ધિપૂર્વક અલગ અલગ રીતે પૂછપરછ કરતા ત્રણેય પાસે થી હત્યા કર્યા ની કબૂલાત થઈ હતી.
હત્યાના કારણમાં પોલીસ ને જાણવા મળ્યું હતુંકે લાશ મળ્યા ની આગલી સાંજે અહીંના દિન દયાળ નગર વિસ્તારમાં રહેતું ધર્મેન્દ્ર ઉર્ફે ધમો લાખાભાઈ રાઠોડ, શૈલેષ ઉર્ફે સલો મનાભાઈ ભાલિયા તથા ખદરપર ના સુરપાલસિંહ ઉર્ફે સુરો રઘુભા ગોહિલ અને મૃતક માનદાસ સાથે દારૂૂ પીવા બેઠા હતા.ચારેયએ ચિક્કાર પીધો હતો. એ સમયે સુરપાલસિંહ અને માનદાસ વચ્ચે ઝઘડો થયો હતો.
જેને લઈ બંને ઝપાઝપી થયા બાદ ત્રણેય એ સંપ કરી ને માનદાસ ને બોથડ હથિયાર દ્વારા માર મારતા ત્યાંજ બેભાન થઈ ને માનદાસ ઢળી પડ્યો હતો.
ખૂનીખેલ ખેલી ને ત્રણેય મિત્રો ભાગી છૂટ્યા હતા.ઝડપાયેલા ત્રણેય ઈસમો ને આવતીકાલે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.મૃતકના ભાઈ વલ્લભદાસ મકવાણા એ ત્રણેય હત્યારા વિરુદ્ધ પોતાના ભાઈ ની હત્યા નિપજાવ્યા ની ફરિયાદ તળાજા પો.સ્ટેમાં નોંધાવી છે. ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી મિહિર બારૈયા એ વિઝીટ કરી હતી.
ત્રણેય હત્યારાઓ 25 વર્ષથી નીચેના
દારૂૂના દૈત્ય એ તળાજામાં અનેક પરિવારો ના ઘર ઉઝાડયા છે.અનેક મહિલાઓ વિધવા બની છે તો તાજેતરમાં કંધોતર બે યુવાનો ની દારૂૂએ ઝીંદગી ખલ્લાસ કરી નાખી છે.હત્યાના આરોપી સુરપાલસિંહ ગોહિલ,ધર્મેન્દ્ર રાઠોડ,શૈલેષ ભાલિયા ત્રણેય 25 વર્ષથી નીચેની ઉંમરના છે.કોઈ બે ચોપડી તો કોઈ પાંચ ચોપડી સુધીજ ભણેલ છે.ત્રણેય છૂટક મજૂરી કામ કરતા હતા.દિવસે કમાય તેમનો મોટો હિસ્સો દારૂૂના વ્યસન પાછળ ખર્ચી નાખતા હતા.