ગુજરાત

ભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસ્ક્યૂ કરાયું

Published

on

એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન

ભાણવડ નજીકના રૂૂપામોરા ગામે શનિવારે રાત્રીના સમયે એક ઘરના અગાસીની સીડીના ભાગે એક મગરનું બે ફૂટ નાનું બચ્ચું આવી જતા તે જોઈને મકાન માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય. ત્યારે તેઓએ ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તેઓ તુરંત આ સ્થળે દોડી ગયા હતા.


અહીં એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન વિભાગના કર્મચારીઓ પહોંચી જઈ આ બાળ મગરનું રેસક્યુ કરાયું હતું. બાદમાં આ બાળ મગરને બરડા સ્થિત રાણાસર તળાવ ખાતે રીલિઝ કરી એક અબોલ જીવનો જીવ બચાવી માનવતાવાદી કાર્ય કરાયું હતું.


આ સેવા કાર્યમાં એનિમલ લવર્સ ગ્રુપનાં રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, હરસુરભાઈ ગઢવી, નિમિષ અને વન વિભાગના મુકુંદભાઈ સોઢા, અરજણભાઈ કરીર જોડાયા હતા.


આ કામગીરી દરમિયાન સ્થળ પર રેસક્યુ જોવા ઉભેલા હાજર સ્થાનિકોને આવા દરેક સરીસૃપ જીવો આપના દુશ્મન નહિ, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગી છે, જેથી એને ક્યારેય મારવા નહિ તેમજ આજુ- બાજુમાં જોવા મળે તો વન વિભાગ કે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવા અપીલ પણ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version