ક્રાઇમ

રાજકોટની 50 વર્ષીય મહિલા ઉપર 74 વર્ષના નિવૃત્ત ઇજનેરે વડોદરાની હોટલમાં આચર્યુ દુષ્કર્મ

Published

on


વડોદરાની એક હોટેલમાં રાજકોટની 50 વર્ષિય મહિલા ઉપર 74વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. નાગપુરના 74 વર્ષના નિવૃત ઇજનેરે મેટ્રોમોનિયલ સાઇટ ઉપર રાજકોટની મહિલાનો સંપર્ક થતા લગ્નની લાલચ આપી વડોદરા મળવા માટે બોલાવી હતી. અને વડોદરાની હોટલમાં જ રૂમ રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલાએ નોંધાવતા વડોદરા પોલીસે 74વર્ષના હરિપ્રસાદ સાઠી નામના વૃદ્ધની ધરપકડ કરી છે.


મળતી માહિતી મુજબ રાજકોટની પીડિતા સાથે મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્કમાં આવેલાન નાગપુરના નિવૃત્ત એન્જિનિયરે વડોદરાની હોટલમાં મુલાકાત માટે બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પીડિતાએ કરી છે. ફરિયાદ પરથી પોલીસે નાગપુર પહોંચી વૃદ્ધ આરોપીને દબોચી લીધો છે.


પોલીસ વિભાગમાં ચર્ચામાં રહેલા આ કિસ્સાની વિગત એવી છે કે,નાગપુરમાં રહેતા નિવૃત્ત ઇલેકટ્રિકલ એન્જિનિયરને પુનર્લગ્ન કરવા હોવાથી મેટ્રિમોનિયલ સાઇટ પર સર્ચ કરતા હતા.આ દરમિયાન રાજકોટમાં રહેતી 50 વર્ષીય અપરિણીત મહિલાનો સંપર્ક થતાં બંને વચ્ચે વાતચીત થઇ હતી.


લગ્ન માટે ઉત્સુક બંને પાત્ર વચ્ચે રૃબરુ મુલાકાત કરવાનું નક્કી થયું હતું અને તે માટે ગઇ તા.29મી સપ્ટેમ્બરે તેઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારની પ્રેસિડેન્ટ હોટલમાં રૃમ પણ બુક કરાવવામાં આવ્યો હતો.જ્યાં પહેલી જ મુલાકાતમાં વૃધ્ધે મહિલાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
ઉપરોક્ત બનાવ અંગે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એસીપી ડીજે ચાવડાએ એકતરફ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને બીજીતરફ પીઆઇ ઝેડ એન ધાસુરાએ ટીમને તાબડતોબ નાગપુર રવાના કરી આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાઠી(એલઆઇજી-56, વીએચ બી કોલોની,શાંતિનગર,નાગપુર)ની ધરપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version