ગુજરાત
ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના 15 વર્ષના તરુણનું વીજળી પડતાં મોત
તરુણનાં મોતથી ક્ષત્રિય સમાજમાં શોક છવાયો
ઉપલેટા તારીખ ઉપલેટા થી પાંચ કિલોમીટર દૂર આવેલા હાડફોડીના પુલ ઉપર બપોરના સમયે વીજળી પડતા એક પંદર વર્ષના ક્ષત્રિય યુવાનનું મોત થયા નો બનાવ બનેલ છે.આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે રહેતા દેવેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 15 વાળો યુવક પોતાના મોટરસાયકલ માં હાડફોડી થી સેવંત્રા આવી રહ્યો હતો ત્યારે હાડફોડી નજીક પુલ ઉપર થી પસાર થતો હતો ત્યારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા શરૂૂ થયેલા હતા.
આ સમયે દેવેન્દ્રસિંહ મોટરસાયકલ ઉપર આવી રહ્યો હતો ત્યારે મોટરસાયકલ ઉપર વીજળી પડતા દેવેન્દ્રસિંહનું મોત થયેલ હતું આ અંગેની જાણ ઉપલેટામાં થતા ક્ષત્રિય સમાજના આગેવાનોને થતા ઉપલેટા કોટેજ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.