થાનમાં મોટી બહેનને પ્રેમ પ્રકરણની જાણ થતાં ધો.10ની છાત્રાએ અગાશી પરથી લગાવી છલાંગ

થાનમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ લેશન કરતી વખતે પ્રેમીને મેસેજ કયો હતો. જેની જાણ મોટી બહેનને થતાં મોબાઈલ ઝુંટવી લીધો હતો. જે અંગે…

થાનમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ લેશન કરતી વખતે પ્રેમીને મેસેજ કયો હતો. જેની જાણ મોટી બહેનને થતાં મોબાઈલ ઝુંટવી લીધો હતો. જે અંગે સગીરાને માઠુ લાગતાં અગાશી પરથી છલાંગ લગાવી હતી. સગીરાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં રહેતી 14 વર્ષની સગીરા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે એક માળ જેટલી ઉંચાઈ પરથી કુદકો માર્યો હતો. સગીરાને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરતાં થાન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં સગીરા ધો.10માં અભ્યાસ કરે છે અને સગીરાને તેનાં જ ગામના છોકરા સાથે પ્રેમ સંંબંધ છે. સગીરા લેશન કરતી હતી ત્યારે પ્રેમીને મેસેજ કર્યો હતો. જે મેસેજની જાણ થતાં મોટી બહેને મોબાઈલ ઝુંટવી લીધો હતો. જેથી માઠુ લાગી આવતાં સગીરાએ અગાશી પરથી છલાંગ લગાવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.