ક્રાઇમ

રાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યા

Published

on

પરિચિત યુવાને બાળકીને પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી આચરેલું કૃત્ય

હાલ તરૂણી અને યુવતિઓ પણ સલામત નથી છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ અને બાળા સાથે ખરાબ કામની ઘટના બને છે. તેમાં આરોપી પરિચીત આપવા પાડોશી જ નિકળે છે ત્યારે રાજકોટ શહેરમાં પણ એવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના સામાકાંઠે રહેતી પરિવારની 10 વર્ષની બાળા સાથે પરિચિત યુવાને ઘરના ઉપરના માળે લઈ જઈ પાણી આપવાના બહાને બોલાવી પોર્ન વિડિયો બતાવી ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા આ ઘટના બાદ જ્યારે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમણે માતાને વાત કરી હતી અને બાદમાં પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.


આ સમગ્ર ઘટનામાં ફરિયાદી મહિલાની ફરિયાદ પરથી પેડક રોડ પર નવનાથ રીફાયનરીના ઉપરના માળે ભાડેથી ખત્રીની વાડી વાળી શેરીમાં રહેતા શ્રીનિવાસ ચંદરભાઈ યમગર (મરાઠી)નું નામ આપતા તેમની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર એક દિકરી છે તેમ જ પતિ મજુરી કામ કરે છે આરોપી અને ફરિયાદી વચ્ચે લગભગ પાંચેક મહિના પહેલા ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ આરોપી ફરિયાદી મહિલાના ઘરે અવારનવાર ફોન કરવાના બહાને આવતો હતો. ગઈ તા. 8 ના રોજ પણ આ શ્રનિવાસ મરાઠી મહિલાના ઘરે આવ્યો હતો અને ઉપરના માળે ફોન પર વાત ચીત કરવાના બહાને ગયો હતો.

ત્યાર બાદ મહિલાની સગીર વયની દિકરીને ઓળખતો હોય તેમને પાણી લઈ ઉપર બોલાવતા 10 વર્ષની પુત્રી પણ ઉપર ગઈ હતી અને ત્યાં વાતચીતમાં સગીરાને ભોળવી મોબાઈલમાં પોર્ન વિડિયો બતાવી અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા આમ અવારનવાર ચારેક મહિના સુધી આવુ કૃત્ય કર્યુ હતું. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણીએ માતાને વાત કરી હતી અને માતાએ તુરંત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઈ એસ.એસ. રાણે અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version