Site icon Gujarat Mirror

90 ટકા મહિલા નેતાઓની કેરીયર પુરૂષોના બેડરૂમમાંથી શરૂ થાય છે

બિહારના અપક્ષ સંસદસભ્ય પપ્પુ યાદવે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 90 ટકા મહિલા નેતાઓની કારકિર્દી પુરુષોના બેડરૂૂમમાં શરૂૂ થાય છે, રાજકારણીની રૂૂમ વિના 90 ટકા મહિલાઓ રાજકારણમાં પ્રવેશી શકતી નથી. જોકે તેમના આ નિવેદન પર ભારે વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ તેમની કમેન્ટ્સને આઘાતજનક ગણાવી હતી, જ્યારે BJPનાં નેતા ચારુ પ્રજ્ઞાએ માગણી કરી હતી કે તેમને સંસદમાંથી બરતરફ કરવા જોઈએ.

પત્રકારો સાથે વાત કરતાં પૂર્ણિયાના સંસદસભ્ય પપ્પુ યાદવે કહ્યું હતું કે ’ઘરેલુ હિંસા કોણ કરી રહ્યું છે? મહિલાઓ પર કોની નજર છે? અમેરિકાથી ભારત સુધી રાજકારણીઓની મહિલાઓ પર નજર છે. રાજકારણીની રૂૂમ વિના 90 ટકા મહિલાઓ રાજકારણમાં પ્રવેશી શકતી નથી. દરરોજ એક નેતાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાનાં ફુટેજ દેખાય છે. ભારતમાં મહિલાઓનું શોષણ કરવાની નીતિ બની ગઈ છે.’ પપ્પુ યાદવ તેમના વિવાદાસ્પદ વિધાનો માટે જાણીતા છે. તેઓ અગાઉ પણ આ પ્રકારના વિવાદોમાં ફસાઈ ગયેલા છે. ભાજપના પ્રવકતા શેહઝાદે કહ્યું હતું કે, એક તરફ મોદી સરકાર દેશમાં મહિલાઓના સન્માન અને સત્તા સમતુલા માટે મહેનત કરે છે. ત્યારે પપ્પુ યાદવ જેવા નેતાઓ દેશની મહિલાઓ વિશે અનેકવાર હીન ટીકા ટીપ્પણ કરે છે.

Exit mobile version