જેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલા

  81 વર્ષનાં જેપનીઝ મહિલા અકિયોએ જાણીજોઈને એકથી વધુ વાર ચોરી કરી છે જેથી અપરાધની સજામાં તેઓ જેલમાં રહી શકે જેથી ત્યાં તેમને રહેવા-ખાવા ઉપરાંત…

 

81 વર્ષનાં જેપનીઝ મહિલા અકિયોએ જાણીજોઈને એકથી વધુ વાર ચોરી કરી છે જેથી અપરાધની સજામાં તેઓ જેલમાં રહી શકે જેથી ત્યાં તેમને રહેવા-ખાવા ઉપરાંત લોકોની કંપની પણ મળી જાય. સૌથી પહેલાં અકિયોએ 60ના દસકામાં મજબૂરીથી ફૂડની ચોરી કરી હતી. તેમનું પેન્શન બહુ ઓછું હતું અને 43 વર્ષના દીકરાએ તેમને કાઢી મૂક્યાં હતાં અને ફેમિલીનો સાથ ન મળતો હોવાથી તેઓ ચોરી કરીને જેલમાં રહેવાનું પસંદ કરે છે.

જાપાનમાં ઘણા વૃદ્ધો એકલતા અને આર્થિક સિક્યોરિટી ન હોવાથી આવો રસ્તો અપનાવી રહ્યા હોય એવું લાગે છે, કારણ કે જપાનની મહિલા જેલમાં દર પાંચ કેદીએ એક સિનિયર સિટિઝન છે.