હાર્ટ એટેકના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ધ્રોલના હીરાના કારખાને ચાલી રહેલ રામધુનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગમગીની છવાઈ ગઈ હતી.
ધ્રોલમાં જામનગર- રાજકોટ હાઈવે પર આવેલ હીરાના કારખાને અખંડ રામધૂન ચાલે છે. જ્યાં અલગ અલગ ધાર્મિક મંડળીઓનું રામધૂન માટે આયોજન થાય છે.
જ્યાં ગુરુવારે ધ્રોલના હાડાટોડા ગામની ધાર્મિક મંડળીનું રામધૂનમાં ભજન કીર્તન હતું. ત્યાં હાડાટોડા ગામના વતની જાડેજા વિદુરસિંહ હળદરોલજી (ઉ.વ.75) નામના વૃદ્ધ રામધૂનમાં ગયા હતા. જ્યાં મોડી રાત્રીના રામધૂનમાં કીર્તન કરી રહ્યાં દરમિયાન હાર્ટ અટેક આવતા ત્યાંજ ઢળી પડ્યા હતા. અને સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો તે પહેલાં રામધુનમાં વૃદ્ધ કીર્તન કરી રહ્યા હતા તે વીડિયો પણ સામે આવ્યો છે.

