રાજ્યના 72 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી

  રાજકોટ મ્યુનિસિપલના રિજનલ કમિશનર મહેશ જાનીની અમદાવાદમાં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ગુજરાત રાજ્ય)ના ચેરમેન તરીકે બદલી, જ્યારે રાજકોટના આસિસ્ટન્ટ કલેકર મહેક જૈનની અરવલ્લી…

 

રાજકોટ મ્યુનિસિપલના રિજનલ કમિશનર મહેશ જાનીની અમદાવાદમાં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ગુજરાત રાજ્ય)ના ચેરમેન તરીકે બદલી, જ્યારે રાજકોટના આસિસ્ટન્ટ કલેકર મહેક જૈનની અરવલ્લી મોડાસાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ

રાજ્યના વહીવટી માળખામાં ધરખમ બદલાવ થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા લાંબા સમયથી બદલીની વાટ જોઈ રહેલા સનદી અધિકારીઓની આતુરતાનો અંત આવ્યો છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

રાજકોટ મ્યુનિસિપલના રિજનલ કમિશનર મહેશ શાંતિલાલ જાનીની અમદાવાદમાં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ગુજરાત રાજ્ય)ના ચેરમેન તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર-2ના નાયબ કલેક્ટર ડી કે પંડ્યાની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટીવ તરીકે બદલી કરવામાં આવી છે. જૂનાગઢના ડીડીઓ એચ.પી. પટેલની સાબરકાંઠા-હિમતનગરના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.

કચ્છના કલેક્ટર આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે બદલી આપવામાં આવી છે, જેઓ પીએમ પોષણ યોજનાનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. ભરૂૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગેડામાં નિયામક તરીકે મુકવાની સાથે એમડી જીપીસીએલ અને એમડી યુજીવીસીએલનો મહત્વનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત, જૂનાગઢના નવા કમિશનર તરીકે પ્રભવ જોશીની નિમણૂક કરવામાં આવી છે અને જે.એન. વાઘેલાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

સરકારના આ વ્યાપક રિ-શફલને વિકાસલક્ષી પ્રોજેક્ટો અને સ્થાનિક વહીવટને વધુ અસરકારક બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અનેક મહત્વના વિભાગોમાં અનુભવી અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી. એન. મોદીનું ટ્રાન્સફર કરી તેમને ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.