રાષ્ટ્રીય

બિશ્ર્નોઇ ગેંગમાં 700 શૂટર્સ, ભારતના 11 રાજ્ય સહિત વિદેશમાં નેટવર્ક

Published

on

યુવાનોને વિદેશ મોકલવાનું સપનું બતાવી ભરતી કરાય છે, દાઉદની ડી-કંપની બાદ હવે ભારતમાં નવી ગેંગનો ઉદય

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) અનુસાર, આ ગેંગમાં હાલમાં 700 શૂટર્સ છે. બિશ્નોઈ ગેંગ પણ દાઉદ ઈબ્રાહિમના પગલે ચાલી રહી છે. ગઈંઅએ ઞઅઙઅ હેઠળ ઓછામાં ઓછા 16 ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર પણ સામેલ છે. આ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના રસ્તે આગળ વધી રહી છે.


એનઆઇએની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની ટેરર સિન્ડિકેટ પરાક્રમી રીતે વિકસ્યા છે. 90ના દાયકામાં જે રીતે દાઉદ ઈબ્રાહિમની ગેંગ ઝડપથી વિસ્તરી રહી હતી તે જ રીતે તે આગળ વધી રહી છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ દ્વારા પોતાનું નેટવર્ક વિસ્તારવાનું શરૂૂ કર્યું હતું. આ પછી કલેક્શનનું કામ શરૂૂ થયું. બાદમાં તેનું નામ ડી કંપની રાખવામાં આવ્યું. આ ગેંગ પણ પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે જોડાઈ હતી. તેવી જ રીતે બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓ શરૂૂ કર્યા હતા પરંતુ હવે તે મોટી ગેંગ છે.


ગઈંઅની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગને સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર ચલાવે છે જે કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સીઓની યાદીમાં વોન્ટેડ છે. આ સિવાય બિશ્નોઈ ગેંગમાં 700 શૂટર્સ છે જેમાંથી 300 પંજાબના છે. ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈની તસવીરો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવી છે. બિશ્નોઈને કોર્ટમાં લઈ જવાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોને ગેંગમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


2021-21 દરમિયાન આ ટોળકીએ ખંડણી વડે કરોડો રૂૂપિયા એકત્ર કર્યા અને હવાલા ચેનલો દ્વારા વિદેશ મોકલ્યા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બિશ્નોઈ ગેંગે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની અન્ય ગુનાહિત ગેંગ સાથે પણ જોડાણ કર્યું છે. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક સમગ્ર ઉત્તર ભારતમાં છે જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડનો સમાવેશ થાય છે.


આરોપ છે કે બિશ્નોઈ ગેંગ યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપે છે. કેનેડા જેવા દેશની નાગરિકતા મેળવવાના લોભમાં આ ટોળકી તેમનો ઉપયોગ પોતાના માટે કરવા લાગે છે. એનઆઇએ અનુસાર, ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા, પાકિસ્તાનમાં બિશ્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ ગુનાહિત ગતિવિધિઓ માટે કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version