Site icon Gujarat Mirror

કાલાવડ-ધ્રોલમાં ભાજપના 7 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

પાર્ટીના આદેશ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવતા પગલા લેવાયા

જામનગર જિલ્લાની ધ્રોલ જામજોધપુર અને કાલાવડ નગરપલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર પક્ષના 7 કાર્યકરો વિરૂૂધ્ધ જિલ્લા ભાજપ દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે, અને તમામને છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આગામી યોજાનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના આદેશની વિરુધ્ધ જઈ, પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જે કાર્યકરોએ ઉમેદવારી નોંધાવેલી છે, તેઓની સામે પ્રદેશ સંગઠનની સુચના અનુસાર આકરા પગલા લઈ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ આવા તમામ 7 કાર્યકરોને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય સહિત તમામ હોદાઓ પરથી સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ કરાયેલ સભ્યોમાં 1, કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા ર, એ.પી.એમ.સી. જામજોધપુર ના રાજુભાઈ કાલરીયા, 3,જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ, 4, વિરાભાઈ કટારા , 5, જિલ્લા આર્થિક સેલના સહક્ધવીનર હિતેષ ભોજાણી, 6, ધ્રોલના કાર્યકર્તા ચન્દ્રકાંતભાઈ વલેરા, 7, અનુ.જાતી મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા વગેરે સામેલ છે, જે તમામ સામે જિલ્લા ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

Exit mobile version