ગુજરાત
મહુવામાં પંચોળી આહીર જ્ઞાતિના એકાઉન્ટન્ટ દ્વારા ટ્રસ્ટ સાથે 7.87 લાખની ઉચાપત
ટ્રસ્ટમાં આવેલ દાન, રોકડ, આવક અને જાવકના ખર્ચા રોજમેળમાં નહીં ઉમેરી બારોબાર વાપરી નાખ્યા
મહુવા ખાતે આવેલ શ્રી પંચોળી આહીર જ્ઞાતિ રાધા કૃષ્ણ મંદિર ટ્રસ્ટ અને વડલી ગામે આવેલ શ્રી પંચોળી આહીર જ્ઞાતિ સમસ્ત કેળવણી સહાયક સમાજ ટ્રસ્ટના એકાઉટન્ટ તરીકે નોકરી કરતા યુવકે ટ્રસ્ટમાં આવેલ દાન, રોકડ, આવક અને જાવકના ખર્ચા રોજમેળમાં નહીં ઉમેરી બારોબાર રૂૂપિયા સાત લાખથી વધુ રકમની ઉચાપત કરી લેતા ટ્રસ્ટના પ્રમુખે ઉચાપત કરી લેનાર શખ્સ વિરૂૂદ્વ મહુવા પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરેલી ખાતે રહેતા દેવાતભાઇ વાઘાભાઇ બલદાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહુવા ખાતે બંદર રોડ ઉપર બોમ્બે ગેસ્ટ હાઉસની સામે પંચોળી આહીર સમાજનું શ્રી પંચોળી આહીર જ્ઞાતિ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ મહુ તેમજ વડલી ગામે શ્રી પંચોળી આહીર જ્ઞાતિ સમસ્ત કેળવણી સહાયક સમાજ ટ્રસ્ટ મહુ તેમ બે ટ્રસ્ટ હેઠળ કુલ ચાર સંસ્થા જોડાયેલી છે અને આ બંન્ને ટ્રસ્ટોમાં ખુબ મોટી આવક થતી હોય જેના સંપૂર્ણ હિસાબ કિતાબ રાખવા માટે ટ્રસ્ટ દ્વારા એક એકાઉટન્ટ તરીકે હસમુખ રાઘવભાઇ બદલાણીયા (રહે. ઓથા તા. મહુવા)ને રાખવામાં આવ્યો હતો જે એકાઉટન્ટ હસમુખ બલદાણીયા દ્વારા ગત જાન્યુ.2021 થી 31-3-2023 દરમિયાન થયેલ આવક રોજમેળમાં નહીં બતાવી સમાજના ટ્રસ્ટ સાથે કુલ રૂૂા. 7,87,602ની ઉચાપત કરી લઇ છેતરપિંડી આચરતા ટ્રસ્ટના પ્રમુખ દેવાતભાઇએ એકાઉટન્ટ હસમુખ રાઘવભાઇ બલદાણીયા વિરૂૂદ્ધ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.