ક્રાઇમ

ઊંચા રિટર્નનની લાલચ આપી 6000 કરોડનું કૌભાંડ

Published

on

હજારો રોકાણકારોને શીશામાં ઉતાર્યા, BZ ગ્રૂપની ઓફિસો ઉપર સીઆઇડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા

ગુજરાતમાં રોકાણ સામે ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું સ્કેમ કરનારા બીજેડ ગ્રુપ પર સીઆઇડી ક્રાઈમે ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ 7 જગ્યાએ બીજેડ ગ્રુપના એજન્ટો પર આ દરોડા પાડવામાં આવ્યા છે.


BZ Financial Services તથા BZ Groupની અલગ અલગ કંપનીઓ સીઇઓ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા, રહેવાસી- ઝાલાનગર વાગડી, સાબરકાંઠાએ તેના મળતીયાઓ સાથે ભેગા મળીને રાજયના રોકાણકારો સાથે છેતરપીંડી અને ઠગાઇ કરવાના ઇરાદે એક સુવ્યવસ્થિત કાવતરુ રચી ગુજરાત તથા રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલી તે ઓફિસ/બ્રાન્ચો મારફતે રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપી રોકાણકારોને પ્રલોભન આપી બીજેડ ગ્રુપની અલગ અલગ શાખાઓ મારફતે આશરે રૂૂપિયા 6000 કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવી લીધા હતા.


હકિકતમાં સીઆઇડી ક્રાઇમને એક અરજી મળી હતી. જેમાં જણાવ્યું હતું કે સાબરકાંઠામાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના મળતીયાઓ સાથે ભેગા મળીને BZ Financial Services તથા BZ Groupની અલગ અલગ કંપનીઓ ખોલી પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેની ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલવામાં આવી હતી. જેના થકી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ કરતા વધુ ઉંચા વળતરની જાહેરાત આપીને લોકો પાસેથી 6 હજાર કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી છે.બીજેડ ગ્રુપ સાથે સંકળાયેલ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઇડી ક્રાઈમને એક નનામી અરજી મળી હતી, જેના આધારે બીજેડ ગ્રુપની આ બ્રાન્ચ/ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં રણાસણ, તા.તલોદ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા, માલપુર, અરવલ્લીનો સમાવેશ થાય છે.


સીઆઇડી ક્રાઈમના કુલ- 7 પોલીસ ઇન્સ્પેકટર તથા 50 પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા BZ Financial Servicesની ઓફીસોમાંથી કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કેશ વાઉચર, રોકાણકારો સાથે કરેલ એગ્રેમેન્ટની નકલો, એપ્લીકેશન ફોમ, એફ.ડી ફોમ, રીન્યુઅલ ફોમ, એએડવાન્સ એમાઉન્ટ ફોમ, વિડ્રોઅલ ફોમ, રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા જેવુ સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવેલ હોય, આ સાહિત્ય કબજે કરી સીઆઇડી ક્રાઈમે તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version