રસ્તો સમારતી શ્રમિક મહિલાઓ પર ટ્રક ફરી વળતાં 6નાં મોત

ઔરંગાબાદ નજીકની દુર્ઘટનામાં વધુ 6 મહિલાઓની હાલત ગંભીર મહારાષ્ટ્રના જાલનામાં મોટી દુર્ઘટના થઈ. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ફુલ સ્પીડમાં આવી રહેલી ટ્રકે 12 મહિલાને કચડી નાખી,…

ઔરંગાબાદ નજીકની દુર્ઘટનામાં વધુ 6 મહિલાઓની હાલત ગંભીર

મહારાષ્ટ્રના જાલનામાં મોટી દુર્ઘટના થઈ. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ફુલ સ્પીડમાં આવી રહેલી ટ્રકે 12 મહિલાને કચડી નાખી, તેમાંથી 6 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. 6 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે. તમામ મહિલા સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કામ કરી રહી હતી, જ્યારે ટ્રક તેમના પર ફરી વળી હતી. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કેમ કે ઘાયલોમાં કેટલીય મહિલાઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે મોટી સંખ્યામાં મજૂરો રોડ પર કામ કરી રહ્યા હતા.

ટ્રક નાગપુરથી મુંબઈ તરફ જઈ રહી હતી અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કામ કરી રહેલી મહિલા મજૂરોને કચડીને આગળ નીકળી ગઈ હતી. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી. સમૃદ્ધિ રાજમાર્ગ પર રોડની સાઈડમાં મહિલાઓની લાશો પડી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની સૂચના આપી આવી. જાલના તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂૂ કરી દીધું. અમુક ઘાયલ મહિલા મજૂરોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દુર્ઘટનામાં પિકઅપ ટ્રકનો ચાલક ઘાયલ થઈ ગયો છે. શરૂૂઆતી જાણકારી અનુસાર, ટ્રક મજૂરોને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેમણે પિકઅપને ટક્કર મારી હતી. સરકારી હોસ્પિટલના ડોક્ટરને સૂચના આપી અને તાત્કાલિક મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી. ધારાસભ્ય અર્જૂન ખોટકરે જણાવ્યું કે, મૃતકોના પરિવારને નગર વિકાસ મંત્રાલય પાસેથી મદદની માગ કરી છે.