ગુજરાત
શહેરના 59 તમાકુ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ, 10,800 નો ફટકારાયો દંડ
તમાકુ ઉપયોગના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી
જામનગર શહેરમાં તમાકુથી થતા રોગ સામે જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને 59 જેટલા તમાકુ વિક્રેતાઓ ને ત્યાં નિયમ ના ભંગ બદલ ચેકિંગ કરીને 10,800 ના દંડ ની વસુલાત કરવામાં આવી હતી.ગુજરાત સરકાર દ્વારા તા.23-09-24 થી તા.22-11-2024 નાં સમયગાળા દરમ્યાન ટોબેકો ફ્રી યુથ. કેમ્પાઇન અંતર્ગત તમાકુ નાં ઉપયોગ થી થતી મહામારી અટકાવવા અને રાજ્ય તમાકું નિયંત્રણ અધિનિયમ નાં અમલીકરણ માટે જામનગર મા આરોગ્ય અધિકારી ડો.એચ.કે. ગોરી ના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં વોર્ડ વાઈઝ કામગીરી કરવામાં આવી હતી.
જેમાં જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખાની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જામનગર શહેર પોલીસ સ્ટાફ, જામનગર જીલ્લા પંચાયતના સહયોગથી તા. 15/10/24 થી તા. 05/11/2024 દરમ્યાન વોર્ડ નંબર 1 થી 8 નાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી પાન-મસાલાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 59 આસામી ઓ ને નોટીસ પાઠવેલ અને શિક્ષાત્મક દંડનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં કુલ રૂૂપિયા 10,800 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના લગત આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, લગત આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, તેમજ જામનગર શહેરનો પોલીસ સ્ટાફ હાજર રહયો હતો.