બે દિવસમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા

‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કાર્યવાહી, ઝુંબેશ ચાલુ રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના…

‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કાર્યવાહી, ઝુંબેશ ચાલુ રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના ભાગરૂૂપે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા આ ’ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ 568 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરુષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. પકડાયેલા તમામ વ્યક્તિઓ વિરૂૂદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.