ઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોત

ઉના તાલુકાના ઉમેજ ગામે શોર્ટ સર્કિટના કારણે વીજ શોક લાગતાં 50 વર્ષીય મહિલાનું કરૂૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અચાનક બનેલી…

ઉના તાલુકાના ઉમેજ ગામે શોર્ટ સર્કિટના કારણે વીજ શોક લાગતાં 50 વર્ષીય મહિલાનું કરૂૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અચાનક બનેલી આ દુ:ખદ ઘટનાથી પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ઉમેજ ગામે રહેતા શાંતુબેન સતિષભાઈ ગોહિલ (ઉં.વ. 50)ને વીજ શોક લાગ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. વીજ શોક લાગતાં શાંતુબેનની હાલત ગંભીર બની હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. શાંતુબેનને તાત્કાલિક સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત્યુ જાહેર કરતાં પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. હસતા-ખેલતા પરિવાર પર અચાનક દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવને પગલે ઉમેજ ગામમાં પણ શોકની લાગણી પ્રસરી હતી.

ઉમેજ ગામે શોર્ટ સર્કિટના કારણે બનેલી આ દુ:ખદ ઘટનાએ વીજ સુરક્ષા અને ઘરેલુ વીજ વ્યવસ્થાની સલામતી અંગે પણ સવાલો ઉભા કર્યા છે. સામાન્ય બેદરકારી ક્યારેક પરિવાર માટે કાયમી દુ:ખનું કારણ બની શકે છે, ત્યારે વીજ ઉપકરણો અને વાયરિંગની સમયાંતરે ચકાસણી કરાવવી અત્યંત જરૂૂરી બની રહે છે.