મુજફફરનગરની હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દી ભડથું, 20થી વધુ દાઝયા

દિલ્હીની હોટલમાં આગની દુર્ઘટના બાદ બીજી ઘટના, ICUમાં જ દર્દીઓ ગુંગળાઇ ગયા, હોસ્પિટલનો સ્ટાફ નાસી છૂટ્યો દર્દીઓ જીવ બચાવવા પહેલા માળેથી કુદયા, ફાયર બ્રિગેડે 35ને…

દિલ્હીની હોટલમાં આગની દુર્ઘટના બાદ બીજી ઘટના, ICUમાં જ દર્દીઓ ગુંગળાઇ ગયા, હોસ્પિટલનો સ્ટાફ નાસી છૂટ્યો

દર્દીઓ જીવ બચાવવા પહેલા માળેથી કુદયા, ફાયર બ્રિગેડે 35ને બચાવ્યા

ગઈકાલે દિલ્હીની હોટેલમાં આગમાં 21 લોકો ભડથું થયા બાદ આજે વહેલી સવારે બિહારના મુજફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICU વોર્ડમાં રાત્રે આગ લાગી. આમાં 5 દર્દીઓના મોત થયા છે અને 20થી વધુ દર્દીઓ ગંભીર દાઝી ગયા છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવાય છે. ICU ના 5મા માળે આગ લાગતાં ધુમાડાથી દર્દીઓ ગુંગળાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે બારી-બારણાં તોડીને દર્દીઓને બહાર કાઢ્યા. સ્થાનિકોના આરોપ છે કે આગ લાગ્યા બાદ હોસ્પિટલ સ્ટાફે દર્દીઓને છોડીને ભાગી ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે બિહારની પ્રાઇવેટ પ્રસાદ હોસ્પીટલમાં આગ લાગી હતી. આ આગમાં પાંચ દર્દીઓના મોત થયા છે. જેમાંથી ત્રણ દર્દીની ઓળખ થઇ ચુકી છે. તેમાં ગીતાદેવી, ચંચલાકુમારી અને 57 વર્ષીય ઉદયકુમારનો સમાવેશ થાય છે. આ આગ રાત્રે 3 વાગે લાગી હોવાનું ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું. આઇસીયુમાં 15થી વધુ દર્દીઓ ભરતી હતા. આઇસીયુમાં રહેલી ફાયર ફાઇટીંગ સિસ્ટમ દુર્ઘટના સમયે જ ચાલુ થઇ ન હતી અને દર્દીઓને સળગતા રૂમમાં પડતા મુકી હોસ્પીટલનો સ્ટાફ રવાના થઇ ગયો હતો.
દક્ષિણ દિલ્હીના માલવીયા નગરમાં મિકાસા ઈન / ફ્લોરિશ સ્ટે હોટેલમાં બુધવારે સવારે 8:50 વાગ્યે આગ લાગી હતી. આ હાદસામાં 21 લોકોના મોત થયા છે, જેમાં 11-12 વિદેશી નાગરિકો સામેલ છે.

આગ ગ્રાઉન્ડ ફ્લોરના રેસ્ટોરન્ટમાંથી શરૂૂ થઈને આખા પાંચ માળના મકાનમાં ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી કૂદકા માર્યા હતા. 35થી વધુ લોકોને બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. હોટેલ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હોવાના અને અગ્નિસલામતીના સાધનો ન હોવાના આરોપ છે. પોલીસે હોટેલ માલિકને અટકાયતમાં લીધો છે.

આ લગાતાર બે હાદસાઓએ દેશભરમાં અગ્નિસલામતીના નિયમોનું કડક અમલીકરણ કરવાની માંગ વધારી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની જરૂૂર છે, જેથી આવા દુ:ખદ હાદસાઓ ફરી ન બને. મૃતકોના પરિવારોને યોગ્ય સહાય અને ઘાયલોને સારી સારવાર મળે તે માટે સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ.