ગુજરાત

આસોમાં અનરાધાર વરસાદથી સૌરાષ્ટ્રમાં 49 ડેમ ઓવરફલો

Published

on

ભાદર, મોજ, ફોફળ, વેણું, સુરવો, ન્યારી-1, ન્યારી-2, છાપરવાડી, મોરબીના 5, જામનગરના 14, દ્વારકાના 7, સુરેન્દ્રનગરના 3 ડેમ છલકાયા

આસો મહિનાની નવરાત્રીના છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે વધુ 49 જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થતા ઓવરફ્લો થયા છે.રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર જિલ્લાના 49 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 2 થી 6 દરવાજા 1થી 6 ફૂટ ખોલવામાં આવતા નદીકાંઠાના અને હેઠવાસના વિસ્તારોને સાવચેત કરી નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે 49 ડઝનથી વધુ ડેમ છલકાયા છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાદર ડેમના 5 દરવાજા 6 ફૂટ, વેણુ-2ના બે દરવાજા, મોજ નો એક દરવાજો, આજી-3ના બે, સુરવો અને ડોંડીના એક, ન્યારી-1 અને ન્યારી-2ના એક, છપરવાડી-2નો એક, ભાદર- રના ત્રણ, કરનુંકીનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો.છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 17 ડેમ ફરી ઓવરફ્લો થયા હતા. મોરબી જિલ્લાના મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-2, મચ્છુ-3, ડેમી-3 ડેમ ઓવરફ્લો થયા હતા.


જામનગર જિલ્લાના સસોઈ, પન્ના, ફલઝર-1, સપડા, ડાઇ મીણસર, ઉંડ-3, આજી-4,ઉંડ -1,ઉંડ -2, વાદીસંગ, રૂૂપાવટી, રૂૂપારેલ, ઉમિયાસાગર સહિતના ડેમો ઓવરફ્લો થયા છે.


મોરબી જિલ્લામાં જળાશયોમાં કુલ 94.59% પાણી નો સંગ્રહ થયો છે જયારે જામનગર જિલ્લાના જળાશયોમાં 95.18% પાણી સંગ્રહ છે.દ્વારકા જિલ્લાના વર્તુ-2ના 4 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા. જયારે ઘી, વર્તુ-1, સોનમતી, વેરાડી-1, કાબરકા, વરાડી-2, મીણસર ડેમ ઓવરફલો થયા છે. સુરેન્દ્રનગરમાં વાંસલ, ત્રિવેણી, કાંગા, નિંભણી ડેમ ઓવરફલો થયા છે.

47 તાલુકામાં વરસાદ, બગસરામાં 3.5 ઇંચ ખાબકયો
ગુજરાતમાં મેઘરાજા વિરામ લઇ રહ્યા નથી અને નવરાત્રી બાદ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 47 તાલુકામાં ઝાપટાથી માંડી સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. બગસરામાં સૌથી વધુ 3.5 ઇંચ, ભાણવડમાં અઢી, ખંભાળિયામાં સવા બે, સાવરકુંડલા અને જામકંડોરાણામાં દોઢ ઇંચ, ભેસાણમાં પોણોઇંચ, લાલપુર મુન્દ્રા-જેતપુર-વડિયા -ગોંડલ-વિસાવદર-દ્વારકા-ચોટીલા-મોરબી વિગેરે સ્થળે અડધોથી માંડી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ચોમાસા બાદના આ વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થવા પામેલ છે. અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝુંટવાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version