ક્રાઇમ

દિવાળીના દિવસે ગોંડલ જસદણમાંથી 48 લાખનો દારૂ પકડાયો

Published

on

રાજકોટમાં દિવાળી ઉપર પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરોએ મોટાપાયે દારૂનો જથ્થો ઉતાર્યો હોય ત્યારે રાજકોટ ગ્રામ્ય એલીસીબની ટીમે જસદણ અને ગોંડલમાં બે સ્થળોએ દરોડા પાડી રૂા. 48 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બે દરોડામાં રૂા. 48 લાખની કિંમતની 6,688 બોટલ દારૂ તથા વાહનો મળી 68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જસદણ પાસેથી ગેસના સિલિન્ડરમાં દારૂનો જથ્થો છુપાવનાર રાજકોટના નામચીન બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી દારૂનું કટીંગ કરે તે પૂર્વે જ એલસીબીની ટીમ ત્રાંટકી હતી. મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે બે અલગ અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં મોટા દળવા ગામની સીમમાં રાજકોટના નામચીન બુટલેગર અલ્તાફ હનીફ થઈમ ઉર્ફે અલ્તાફ છ આંગળી અને સોયેબ રઝાક ઓડિયાએ દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરવાના હોય તે પૂર્વે જસદણ પાસે મોટા દળવા ગામની સીમમાં દરોડો પાડતા આઈસર નંબર જીજે 19 વાય 1013 અને બોલેરો પીકઅપ વાન જીજે 10 ટી 9822માં દારૂની 2460 બોટલ દારૂ મળી આવ્યો હતો.

એચ.પી. ગેસ લખેલા ગેસના મોટા સાત સિલીન્ડરમાં દારૂની ખેપ મારવામાં આવી હોય અને આ દારૂ રાજકોટમાં સપ્લાય કરવાનો હતો. તે પૂર્વે જ એલસીબીની ટીમે આ કિમીયાને નિષ્ફળ બનાવી દારૂ અને વાહન સહિત રૂા.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને અલ્તાફ એન તેના સાગરિતની શોધખોળ શરૂ કરી છે. બીજા દરોડામાં ગોંડલના રાધે ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં એલસીબીની ટીમે દરોડો પાડી રૂા. 34.99 લાખની કિંમતની 6,228 બોટલ દારૂ તથા વાહન મળી રૂા. 46 લાખના મુદ્દામાલ સાથે મુળ ઓરિસાના વતની અને હાલ રાજકોટના ભાવનગર રોડ પર વિજયનગરમાં રહેતા શંબુનાથ બારિક દિનબંદુ બારિક અને પુલીન પત્રા અનંત પત્રાની ધરપકડ કરી હતી.

આમ કુલ બે દરોડામાં પોલીસે 68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે એસઓજીના પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા સાથે એલસીબીના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, રસિકભાઈ જમોડ, મહિપાલસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરાજ સાથે એસઓજીના જયવીરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ, હિતેષભાઈ અગ્રાવત અને અરવિંદભાઈ દાફડાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version